અરવલ્લીમાં હિટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ,ડ્રાઇવરો દ્વારા રોડ પર ચક્કાજામ કરાયો

રાકેશ ઓળ (અરવલ્લી સમાચાર )

  • અરવલ્લીમાં હિટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ
  • ભિલોડા નગરમાં રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો
  • ડ્રાઇવરો દ્વારા ઇડર – શામળાજી રોડ પર જામ કરાયો
  • હિટ એન્ડ રનના નવા કાયદાથી આક્રોશ

કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને રૂપિયા 5થી 10 લાખના દંડની જોગવાઈ કરી છે. જેને લઈને દેશભરમાં મોટા વાહનના ચોલકો અને સંચાલકોમાં આક્રોશના માહોલ છવાયો છે. તો રોષે ભરાયેલા ટ્રક અને બસ ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે.ત્યારે અરવલ્લી જીલ્લામાં પણ હિટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ કરાયો છે અરવલ્લીના ભીલોડા નગરમાં નગરમાં રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો છે  ભિલોડામાં ડ્રાઈવરો દ્વારા ઇડર – શામળાજી રોડ પર વાહનો રોકી વિરોધ વ્યકત કરવામાં આવ્યો  છે

 ફોજદારી કાયદાઓને સ્વદેશી રંગ આપતું ભારતીય ન્યાય સંહિતા બિલ સંસદ દ્વારા શિયાળુ સત્રમાં મંજૂર કરવામાં આવ્યું હતું. આ તરફ હવે થોડા મહિનામાં IPCના કાયદાને તેની નવી જોગવાઈઓ દ્વારા બદલવામાં આવશે. જોકે હવે ભારતીય ન્યાય સંહિતાના એક કાયદાને લઈને દેશભરમાં વિરોધ શરૂ થયો છે. આ હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈ છે. આ અંતર્ગત જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. વાસ્તવમાં વાહનની ટક્કર બાદ ભાગવું એ હિટ એન્ડ રન ગણાય છે. અત્યાર સુધી આવા કેસમાં બે વર્ષની જેલ અને જામીનની જોગવાઈ હતી.

 

  • કાંતિભાઇ ખરાડી

શું છે નવો નિયમ કે જેનો થઈ રહ્યો છે વિરોધ ? 
હવે નવા નિયમ મુજબ જો કોઈ વાહનને ટક્કર મારે છે અને ડ્રાઈવર પોલીસ પ્રશાસનને જાણ કર્યા વિના સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને દંડ પણ થશે. આ કાયદાને ખોટો ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હરિયાણા, દિલ્હી, યુપી, એમપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોએ રસ્તા રોકી દીધા છે. ગૃહમંત્રી અમિત શાહ પાસે આ કાયદાની જોગવાઈઓને હળવી કરવાની માંગ છે. આ નિયમથી માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં પરંતુ ટેક્સી અને ઓટો ડ્રાઈવરો પણ પરેશાન છે. તમને જણાવી દઈએ કે, આ કાયદો ખાનગી વાહન માલિકોને પણ સમાન રીતે લાગુ પડશે.

દર વર્ષે રસ્તા પર હિટ એન્ડ રનમાં 50 હજાર લોકોના થાય છે મોત  
સરકારી આંકડાઓ અનુસાર, દર વર્ષે રસ્તા પર હિટ એન્ડ રનના કેસમાં 50 હજાર લોકો મૃત્યુ પામે છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે, નવા કાયદામાં સરકાર હિટ એન્ડ રન કેસમાં કડક જોગવાઈઓ લાવી રહી છે. આ હેઠળ, જો કોઈની કાર રસ્તા પર કોઈને ટક્કર મારે છે અને પીડિતને મદદ કરવાને બદલે ડ્રાઈવર પીડિતને મૃત છોડી દે છે અથવા પોતે કાર લઈને ભાગી જાય છે, તો તેને 10 વર્ષની જેલની સજા થશે અને દંડ ભરવો પડશે. જે લોકો પીડિતને હોસ્પિટલ લઈ જશે અથવા પોલીસ પ્રશાસનને જાણ કરશે તેમને રાહત આપવામાં આવશે. અત્યાર સુધી IPCમાં આવી કોઈ જોગવાઈ નહોતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com