ફરી એકવાર ગુજરાતમાં ઉર્ઝા કૌભાંડનું ભૂત ધૂણ્યુ:અરવલ્લી જીલ્લાના વીજકર્મીઓને ક્રાઈમબ્રાંચનું તેડું આવતા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )

ગુજરાતમાં એક પછી એક બહાર આવી રહેલા કૌભાંડો પર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્રણ મહિના બાદ ફરી એકવાર ગુજરાતમાં ઉર્ઝા કૌભાંડનું ભૂત ધૂણ્યુ છે. તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જે અંતર્ગત આજે હિંમતનગર સર્કલના 10 જેટલા વીજ કર્મીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડુ આવ્યુ છે. આ તમામને 20 ડિસેમ્બરે સુરત ક્રાઇમ બ્રાન્ચ સામે હાજર થવા માટે નૉટિસ મળી છે.

 

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હવે ફરી એકવાર ઉર્જા કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્રણ મહિના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવતા હિંમતનગર સર્કલના 10 વીજકર્મીઓને નૉટિસ ફટકારી છે. આ તમામને આગામી 20 ડિસેમ્બરએ સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાની લેખિત જાણ કરાઈ છે. આમાં અરવલ્લી જિલ્લાની બાયડ, સાઠંબા અને ધનસુરા વીજ કચેરીના 3 વીજકર્મીઓને ક્રાઇમ બ્રાન્ચનું તેડું આવતા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. ત્રણેક માસ પછી ફરી એકવાર ઉર્જાકાંડનુ ભૂત ધૂણતા આગામી દિવસોમાં તપાસ વધુ તેજ બને તેવા એંધાણ સેવાઇ રહ્યાં છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com