દિવાળીના પાવન પર્વે નિમિતે યાત્રાધામ શામળાજી મંદિર લાઇટોની રોશનીથી જળહળ્યું

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

  • યાત્રાધામ શામળાજી મંદિર લાઇટોની રોશનીથી જળહળ્યું
  • દિવાળીના પાવન પર્વે મંદિરને લાઇટો ની રોશની કરાઈ
  • મંદિર પરિસર અને નિજ મંદિર ઉપર રંગબેરંગી લાઈટોની રોશની કરાઈ

દિવાળીના તહેવારોમાં આમ જનતા પોતાના ઘર વ્યવસાયના સ્થળને રંગબેરંગી રોશનીથી શણગારે છે. ત્યારે યાત્રાધામોને પણ રોશની કરાય છે. ત્યારે ભક્તો પણ મંદિરનો ઝગમગાટ જોઈને ધન્ય બને છે. આવું જ સુંદર આયોજન ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે.

 

 

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના મંદિર પરિસરને અવનવી રોશનીથી શણગારવામાં આવ્યું છે. સંપૂર્ણ મંદિર પરિસરને રંગબેરંગી રોશની કરાઈ છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ કરાયેલી રોશની દેવ દિવાળી સુધી રાખવામાં.આવે છે. ત્યારે ભક્તો પણ મંદિરનો ઝગમગાટ જોઈને ધન્ય બન્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવારોમાં ભક્તો સરળતાથી દર્શન કરે તે માટે અનેરું આયોજન પણ કરવામાં આવ્યું છે
Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com