અમદાવાદ એરપોર્ટ પર નવો કસ્ટમ્સ સ્ક્રીનિંગ રૂમ:ઝડપી બેગેજ સ્ક્રીનીંગ મશીનથી મુસાફરો માટે ઝડપી બેગેજ રિક્લેમ અને કસ્ટમ્સની ઝડપી બેગેજ સ્ક્રિનિંગ પ્રક્રિયા થશે

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-2 ખાતે નવો કસ્ટમ્સ સ્ક્રીનિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. જેથી કસ્ટમ્સ અધિકારીઓ ઝડપથી મુસાફરો દ્વારા લાવવામાં આવતા સામનને તપાસી શકશે. આ કસ્ટમ્સ સ્ક્રીનિંગ રૂમમાં બેગેજ પ્રોસેસિંગની દેખરેખ રાખવા માટે CCTV કેમેરા લાગેલા છે. આ નવી બેગેજ સ્ક્રીનિંગ સિસ્ટમ 0.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે કાર્યરત એક્સ-રે મશીનો સાથે સંકલિત છે. જે અગાઉના 0.12 મીટર પ્રતિ સેકન્ડ કરતા નોંધપાત્ર વધારો છે. તેનાથી મુસાફરો માટે ઝડપી બેગેજ રિક્લેમ અને કસ્ટમ્સની ઝડપી બેગેજ સ્ક્રિનિંગ પ્રક્રિયા થશે.

બેગેજ રિક્લેમ પ્રક્રિયા વધુ સરળ બનશે

તમામ આંતરરાષ્ટ્રીય બેગેજ આગમન લાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી બેગ સ્વીકૃતિ અને અસ્વીકાર માટે ડાયવર્ટર સાથે ‘રિજેક્ટ’ લાઇનનો સમાવેશ થાય છે. આ નવતર સુવિધા કસ્ટમ્સ કર્મચારીઓને થતી મુશ્કેલીઓ અને વિલંબને દૂર કરે છે. જેનાથી બેગેજ હેન્ડલિંગની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. પરિણામે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે બેગેજ રિક્લેમ પ્રક્રિયા વધુ સરળ બનશે.

ઓછા સમયમાં વધુ જથ્થામાં સામાનના ક્લિયરન્સની પ્રક્રિયા પૂરી થશે

આ ટેકનોલોજી દ્વારા એક્સ-રેની સ્પીડમાં વધારો અને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ કસ્ટમ્સ કર્મચારીઓને બેલ્ટ આગળ તૈનાત રહેવાને બદલે સીધા કસ્ટમ્સ સ્ક્રીનીંગ રૂમમાંથી બેગની તપાસ ઝડપી થશે. ઓછા સમયમાં વધુ જથ્થામાં સામાનના ક્લિયરન્સની પ્રક્રિયા પૂરી થશે, મુસાફરો માટે રાહ જોવાનો સમય ઓછો થશે અને એકંદર મુસાફરીનો અનુભવ સુધરશે. SVPI એરપોર્ટ પીક ટ્રાવેલ પીરિયડ્સને વધુ અસરકારક રીતે હેન્ડલ કરી શકાશે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com