રેલવે વિભાગની બેદરકારી; રેલ લાઇનના કામ દરમિયાન મોટી ઇસરોલ આસપાસના દસથી વધુ ગામોના ખેડૂતના વીજ કનેક્શન કપાઈ ગયા

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • મોટી ઇસરોલ આસપાસના દસથી વધુ ગામોના ખેડૂતના વીજ કનેક્શન કપાઈ ગયા
  • ખેડૂતોનો ઉભો પાક પાણી વગર સુકાવા લાગ્યો
  • મુગા પશુઓને પણ તરસે મરવાનો વારા
  • ખેડૂતોમાં ભારે રોષ સૂત્રોચ્ચાર કરી વીજળી શરૂ કરાવવાની માંગ, ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાલ મોડાસા થી ટીંટોઇ રેલ લાઇન લંબાવવા ની કામગીરી હાલ પ્રગતિ માં છે ત્યારે આ લાઇન ના કામ દરમિયાન ખેડૂતાના ખેતરો માં વીજ કનેક્શન કપાઈ ગયા છે, હાલ આસપાસના ગામોના ખેડૂતો એ લગભગ ૧૦૦ વિઘા કરતા વધુ જમીનમાં જુવાર,બાજરી,એરંડા,અને ઘાસચારાનું પાક લગભગ તૈયાર થવા આવ્યો છે હવે આ પાક ને પાણી ની જરૂર છે એક તરફ ઉનાળો આકરો છે ત્યારે વીજળી ના અભાવે પાણીના મળવાના કારણે પાક સુકાવા લાગ્યો છે ત્યારે ખેડુતોની મહેનત અને ખાતર બિયારણ માથે પડે એમ છે ત્યારે ખેડૂતો એ સુકાતા પાક ને બચાવવા માટે તંત્ર પાસે ઝડપી વીજ કનેક્શન આપી ને વીજળી પૂર્વ વત કરવાની માંગ કરી છ ેરેલવે વિભાગ યુજીવીસીએલ નો વાંક કાઢેછે અને યુજી વીસીએલ રેલવે વિભાગ નો વાંક કાઢેછે બંને ઝડ તંત્ર વચ્ચે નિર્દોષ ખેડૂતો પીસાઈ રહ્યા છે આ બંનેની લડાઈમાં આજે લગભગ ૫૦ કરતા વધુ ખેડૂતોનો લાખો રૂપિયાની ઉપજ મળે એવો ખેતીપાક નષ્ટ થવાના આરે છે જેને લઈ ખેડૂતો રોષે ભરાયા છે અને ઇસરોલ ગામ પાસે જ્યાં રેલવેની કામગીરી ચાલુ છે ત્યાં જઈને તંત્ર સામ સૂત્રોચ્ચાર કરી વીજળી આપવા ન્યાયની માગ કરી છે અને જાે વીજળી આપવામાં અહીં આવે તો દસ ગામના હજારો મતદારો એ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com