કોપરેલમાં આ એક વસ્તું ભેળવીને લગાવો, ગણતરીના દિવસોમાં સફેદવાળ થઈ જશે કાળા

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ઉંમર વધે તેમ વાળ પણ સફેદ થતા જાય છે. પરંતુ આજના સમયમાં તો નાની ઊંમરે ધોળા વાળ દેખાવા શરૂ થઈ ગયા છે. જેની પાછળ અનેક કારણો હોઈ શકે છે જેમ કે પ્રદૂષણ, ખોટી ખાણીપીણી, ખરાબ જીવનશૈલી, કેમિકલવાળા પ્રોડક્ટ્સનો ઉપયોગ વાળનું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. સફેદ વાળને કાળા કરવા માટે મોટાભાગે લોકો હેર ડાઈ, મહેંદી કે કલર વગેરેનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં વાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો. આજે અમે તમને એક એવા જ અસરકારક ઘરઘથ્થું ઉપચાર વિશે જણાવીશું જે તમારા વાળે કુદરતી રીતે કાળા કરી શકે છે. ખાસ જાણો

નારિયેળના તેલમાં ભેળવો આ એક વસ્તું
તમે સફેદ થતા વાળને કાળા કરવા માટે નારિયેળનું તેલ અને કલૌંજીનો ઉપયોગ  કરી શકો છો. આ બંને ચીજો વાળ માટે ખુબ ફાયદાકારક છે. કલૌંજીના બીજમાં ફેટી એસિડ, એન્ટી બેક્ટીરીયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ડેન્ડ્રફને હટાવવાની સાથે જ સફેદ વાળની સમસ્યા દૂર કરી શકે છે. આ સાથે જ વાળને લાંબા અને કાળા કરવામાં પણ મદદરૂપ છે.

જરૂરી સામગ્રી

1 વાટકી નારિયેળનું તેલ (કોપરેલ)
2-3 ચમચી કલૌંજીના બીજ

વિધિ
સફેદ વાળની પરેશાની દૂર કરવા માટે સૌથી પહેલા નારિયેળના તેલને ગરમ કરો. ત્યારબાદ તેમાં કલૌંજીના બીજ નાખો અને તેને 5થી 10 મિનિટ માટે ઉકાળો. જ્યારે તેલ ઉકળી જાય ત્યારે તેને ઠંડુ પાડો અને ત્યારબાદ તમે તેને કોઈક બોટલમાં ભરી લો.

આ રીતે કરો ઉપયોગ
આ  તેલને તમે સ્કેલ્પ અને વાળમાં લગાવો. લગભગ 10 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો. તેને આખી રાત વાળમાં રહેવા દો. સવારે કોઈ માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ નાખો. સપ્તાહમાં 2-3 વાર આ તેલનો ઉપયોગ કરવાથી ધીરે ધીરે વાળ કાળા થવા લાગશે. આ સાથે જ વાળ ખરવાની સમસ્યા દૂર થવા લાગશે.

ખાસ નોંધ- સફેદ થતા વાળને કાળા કરવા માટે નારિયેળનું તેલ અને કલૌંજીનું મિશ્રણ ફાયદાકારક નીવડી શકે છે. પરંતુ એ ધ્યાન રાખો કે જો તમને તેમાંથી કોઈ પણ સામગ્રીની એલર્જી હોય તો તેનો ઉપયોગ ન કરવો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com