ભારત આવી રહેલા જહાજ પર લાલ સમુદ્રમાં મિસાઈલ હુમલો:રશિયાથી ઓઈલ લઈને ભારત આવતું હતું; હુતીઓએ હુમલાની જવાબદારી લીધી

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

​​​​​​શનિવારે લાલ સમુદ્રમાં ભારત આવી રહેલા એક જહાજ પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. યમનના હુથી વિદ્રોહીઓએ આની જવાબદારી લીધી છે. આ જહાજનું નામ એન્ડ્રોમેડા સ્ટાર હોવાનું જણાવાયું છે. તે ઓઈલ લઈને ભારત આવી રહ્યું હતું. માહિતી આપતાં જહાજના માસ્ટરે કહ્યું છે કે હુમલામાં જહાજને સામાન્ય નુકસાન થયું છે.

યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારે સાંજે 5.49 કલાકે બની હતી. આ જહાજ બ્રિટનનું હતું અને તે એન્ટિગુઆ અને બાર્બાડોસનો ધ્વજ લહેરાતો હતો. હુમલો કરવા છતાં તે પોતાના માર્ગ પર આગળ વધી રહ્યું છે. તેણે રશિયાના પ્રિમોર્સ્કથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને તે ગુજરાતના વાડીનાર પહોંચવાનું હતું.

જહાજ પર અનેક મિસાઇલોથી 2 વખત હુમલો કરવામાં આવ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત આવી રહેલા જહાજ પર બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હુતીઓએ અનેક મિસાઈલો ઝીંકી હતી. જોકે, પહેલા હુમલામાં ઝીંકવામાં આવેલી મિસાઈલ જહાજ પર પડી ન હતી પરંતુ તે દરિયામાં પડી હતી. બીજા હુમલામાં જહાજને નુકસાન થયું હતું.

લાલ સમુદ્રમાં જહાજ પર હુમલો ઘણા દિવસોની શાંતિ પછી અચાનક કરવામાં આવ્યો છે. આ પહેલા ઇઝરાયલ સાથેના તણાવ વચ્ચે ઈરાને ભારત આવી રહેલા જહાજને કબજે કરી લીધું હતું. ઈરાને કહ્યું હતું કે તે મંજુરી વિના તેમની દરિયાઈ સરહદમાં ઘૂસી ગયા હતા. જહાજના ક્રૂ મેમ્બર્સમાં 17 ભારતીય અને 2 પાકિસ્તાની હતા.

ઈરાને પાકિસ્તાનના બે નાગરિકો અને ભારતની એક મહિલા ક્રૂ મેમ્બરને મુક્ત કરી છે. જ્યારે બાકીના 16 ભારતીયો હજુ પણ ઈરાનમાં કેદ છે.

શુક્રવારે હુતીઓએ માત્ર ભારત આવતા જહાજોને જ નહીં પરંતુ અમેરિકાના MQ-9 રીપર ડ્રોનને પણ નિશાન બનાવ્યું હતું. હુતીઓએ યમનના સાદા પ્રોવિંસમાં મિસાઈલ હુમલો કરીને ડ્રોનને તોડી પાડ્યું છે.

હુતીઓના હુમલાથી ભારતને નુકસાન થયું છે
દર વર્ષે 12% થી 30% વૈશ્વિક વેપાર અને કન્ટેનર ટ્રાફિક લાલ સમુદ્રમાં સુએઝ કેનાલમાંથી પસાર થાય છે. હુતી વિદ્રોહીઓના હુમલાને કારણે યુરોપ અને એશિયા વચ્ચેના મુખ્ય માર્ગ પર આંતરરાષ્ટ્રીય વેપાર સમસ્યાનો સામનો કરી રહ્યો છે.

ભારતનો 80% વેપાર દરિયાઈ માર્ગે થાય છે. તેમજ, 90% ઈંધણ પણ દરિયાઈ માર્ગે જ આવે છે. દરિયાઈ માર્ગો પર હુમલાની સીધી અસર ભારતના વેપાર પર પડે છે. આના કારણે સપ્લાય ચેઇન બગડવાનો ભય રહે છે. હુતીઓ સામા લડવા માટે, અમેરિકાએ લગભગ 10 દેશો સાથે ગઠબંધન પણ બનાવ્યું છે, જે લાલ સમુદ્રમાં હુતીઓને રોકવા અને કાર્ગો જહાજોને હુમલાઓથી બચાવવા માટે કામ કરી રહ્યું છે.

યુરોપથી માલસામાન લાવવા માટે ભારત પાસે આ બે માર્ગો છે
ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયનોના સમર્થનમાં હુતી બળવાખોરો લાલ સમુદ્રમાં સતત જહાજો પર હુમલા કરી રહ્યા છે. આ કારણે ઘણા જહાજો પણ પોતાનો રૂટ બદલી રહ્યા છે. હુતી હુમલાના જવાબમાં, અમેરિકા અને બ્રિટને મળીને અત્યાર સુધીમાં ચાર વખત યમનમાં હુતી સ્થાનો પર હવાઈ હુમલા કર્યા છે.

અમેરિકન મીડિયા બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, લાલ સમુદ્રમાં હુતીઓના સતત હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય વેપારને ગંભીર રીતે અસર થઈ છે. ભારતથી યુરોપમાં ડીઝલનો પુરવઠો છેલ્લા બે વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. લગભગ 90% નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એશિયાથી યુરોપિયન યુનિયન (EU) અને બ્રિટનમાં જતા કાર્ગોના શિપિંગ ચાર્જમાં વધારો થયો છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com