મેક્સિકોને પહેલીવાર મહિલા રાષ્ટ્રપતિ મળી શકે છે:તેઓ નોબેલ પુરસ્કાર જીતનાર સમિતિના સભ્ય હતા; ચૂંટણી હિંસામાં 200 લોકોએ જીવ ગુમાવ્યા

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

​​​​​મેક્સિકોમાં 2 જૂને યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા ઉમેદવાર જીતી શકે છે. રવિવારે મતગણતરી શરૂ થયા બાદ, પ્રારંભિક વલણોમાં, સત્તાધારી મોરેના પાર્ટીના ક્લાઉડિયા શેનબૌમ આગળ ચાલી રહ્યા છે.

તેમને 60% મત મળ્યા છે. નેશનલ એક્શન પાર્ટીના શોચિલ ગલવેઝ બીજા સ્થાને છે. તેમને અત્યાર સુધીમાં 28% મત મળ્યા છે.

મેક્સિકોમાં રાષ્ટ્રપતિ પદ માટે બે મહિલાઓ વચ્ચે મુકાબલો છે. આમાં મોરોના પાર્ટીના ક્લોડિયા શીનબૌમ (જમણે) અને નેશનલ એક્શન પાર્ટીના શોચિલ ગાલવેઝ (ડાબે) સામેલ છે.
મેક્સિકોમાં રાષ્ટ્રપતિ પદ માટે બે મહિલાઓ વચ્ચે મુકાબલો છે. આમાં મોરોના પાર્ટીના ક્લોડિયા શીનબૌમ (જમણે) અને નેશનલ એક્શન પાર્ટીના શોચિલ ગાલવેઝ (ડાબે) સામેલ છે.

ક્લોડિયા શેનબૌમ ઉમેદવાર મેક્સિકોના બંધારણના નિયમો અનુસાર રાષ્ટ્રપતિ ઓબ્રાડોરને વધુ 6 વર્ષનો કાર્યકાળ મળી શકે નહીં. આવી સ્થિતિમાં શાસક પક્ષ મોરોના પાર્ટી તરફથી ક્લોડિયા શેનબોમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે મેક્સિકો સિટીના ભૂતપૂર્વ મેયર રહી ચૂક્યા છે અને લાંબા સમયથી લેફ્ટ પોલિટિક્સ સાથે સંકળાયેલા છે. 2007માં મેક્સિકોની ઈન્ટરગવર્નમેન્ટલ સમિતિને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ત્યારે તેઓ તેના સભ્ય હતા.

વિપક્ષ પાર્ટીની મહિલા ઉમેદવાર પણ
રસપ્રદ વાત એ છે કે, તેમનો મુકાબલો અન્ય મહિલા ઉમેદવાર શોચિલ ગાલવેઝ સાથે છે. તે જમણેરી નેશનલ એક્શન પાર્ટી (PAN) તરફથી ચૂંટણી લડી રહી છે અને રાષ્ટ્રપતિ ઓબ્રાડોરની નીતિઓની કટ્ટર વિરોધી છે. તેમજ, અન્ય ઉમેદવાર જોર્જ અલ્વારેઝ મિનેજ છે, જેમની જીતની શક્યતા ઓછી હોવાનું કહેવાય છે.

મેક્સિકોના ચૂંટણી ઇતિહાસમાં આ સૌથી હિંસક ચૂંટણી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. બીબીસીના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે. એકલા ગુરેરો પ્રાંતમાં 50થી વધુ લોકોના મોત થયા છે. મેક્સિકોમાં છેલ્લી સામાન્ય ચૂંટણી 2018માં યોજાઈ હતી. તે દરમિયાન લગભગ 150 લોકોની હત્યા કરવામાં આવી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com