એક તારીખ એક કલાક શ્રમદાન માટે મેઘરજ સંગઠન કાર્યકરોએ સફાઈ અભિયાન હાથ ધર્યું

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

મહાત્મા ગાંધીજી એ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સૂત્ર આપ્યું છે ત્યારે આ સૂત્રને સાકાર કરવા કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત મિશન અભિયાન શરૂ કર્યુ છે. આજે મેઘરજ ખાતે અરવલ્લી જિ.પં પ્રમુખ દ્વારા એક કલાક સફાઇ અભિયાન હાથ ધરાયુ હતુ.હાલ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ જાહેર બાગ બગીચા, તળાવો, મંદિર, મસ્જિદો આસપાસ ગંદકી દૂર કરવા માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશના વડા પ્રધાને સમગ્ર દેશવાસીઓને  પહેલી ઓક્ટોબરના રોજ એક તારીખ એક કલાક સફાઈ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું છે.

તે મુજબઅરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં અરવલ્લી જિલ્લા પંચાયતના યુવા મહિલા પ્રમુખ પ્રિયંકા ડામોર, અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ડામોર, તાલુકા સંગઠન પ્રમુખ ભૂપતસિંહ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શાંતાબેન, ભાજપ અગ્રણી મહેશ ઉપાધ્યાય,પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોર સહિતના કાર્યકરોએ મેઘરજ નગરમાં માર્કેટયાર્ડ, નાગરિક બેન્ક વિસ્તાર, બગીચો અલગ અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધાર્યું હતું અને વડા પ્રધાનના જન્મદિવસ સેવા પખવાડિયા તેમજ એક તારીખ એક કલાક અભિયાનને સફળ બનાવ્યું હતું.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com