મેઘરજ પોસ્ટ ઓફીસ ગ્રાહકોને ધરમના ધકકા,બે દિવસથી સર્વર બંધ રહેતા ગ્રાહકોને હાલાકી

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

મેઘરજ પોસ્ટ ઓફીસ ગ્રાહકોના ધરમ ધકકા

બે દિવસથી સર્વર બંધ રહેતા ગ્રાહકોને હાલાકી

આખા તાલુકાના લાભાર્થીઓને નાણાં ભરવા અને મેળવવા હાલાકી

પોસ્ટ ઓફીસ તંત્રની બેદરકારીના ભોગ બને છે ગ્રામ્ય વિસ્તરના ગ્રાહકો

પોસ્ટના ગ્રાહકોના આર્થિક કામકાજો રજળી પડ્યા

મેઘરજમાં આવેલી પોસ્ટ ઓફિસમાં આવેલી ઓફીસમાં સર્વર ડાઉન થતાં બે દિવસથી લોકોને ધક્કા થઇ રહ્યા છે. ઓફિસમાં ઓનલાઇન કામ થતુ હોઇ તેમજ લોકોની ભીડ રહેતી હોય  ટેકનીકલ પ્રશ્નોનુ સમાધાન લાવવા માટે માંગ ઉઠી છે.

મેઘરજમાં આવેલી પોસ્ટ ઓફિસ ખાતે લોકોની ભીડ ઉમટતી હોય છે.ત્યારે સર્વરનાં ધાંધિયા થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.છેલ્લા બે દિવસથી સ્થિતી થતી હોવાથી લોકોની ફરીયાદો પણ ઉઠી હતી. આખા તાલુકાના લાભાર્થીઓને નાણાં ભરવા અને મેળવવા હાલાકી થઇ રહી છે પોસ્ટ ઓફીસ તંત્રની બેદરકારીના કારણે ગ્રામ્ય વિસ્તરના ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે એક બાજુ સરકાર ડીઝીટલ ઈન્ડીયાનાં દાવાઓ ચલાવી રહ્યુ છે ત્યારે આવી સ્થિતી રહેતાં દાવાઓ પાંકળ સાબિત થાય છે. કોમ્પ્યુટર સીસ્ટમ હેન્ગ થવું અને ટ્રાન્જેકશન જેવી પ્રકીયામાં તકલીફ રહે છે. અહીં પોસ્ટ ઓફીસનાં કામે લોકો આવે છે. લાઇનમાં ઉભા રહે છે અને સમય બગાડે છે તેવી ફરીયાદ ઉઠી છે.આ અંગે સતાધીસ અધીકારીઓ ઊપરથી થતાં ઇન્ટરનેટને જવાબદાર ગણે છે અને તાજેતરમાં ઓનલાઇન સીસ્ટમ આવી હોવાથી વાર લાગે છે અને રેગ્યુલર થતાં કામકાજ ઝડપી થશે તેવાં આશ્વાસનો આપ્યા હતા.

 

  • કનુ પટેલ ( એડવોકેટ )

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com