સાબરકાંઠામાં મેધમહેર:તલોદમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો; ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગર, ઇડર, પોશીના, પ્રાંતિજમાં વરસાદી ઝાપટા

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ચાર કલાકમાં 8માંથી 7 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તલોદમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગર, ઇડર, પોશીના અને પ્રાંતિજમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

હિંમતનગરમાં મંગળવાર સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં અને રોડ પર પાણી ભરાયા હતા. જિલ્લાના તલોદમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બાકીના તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હિંમતનગરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

હિંમતનગરમાં સાબરકાંઠા ડિઝાસ્ટર વિભાગમાંથી મળેલ માહિતી મુજબ મંગળવારે સવારે 8થી 10 દરમિયાન 8માંથી 7 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

  • ખેડબ્રહ્મા 04 મીમી
  • વડાલી 03 મીમી
  • હિંમતનગર 06 મીમી
  • ઇડર 02 મીમી
  • પ્રાંતિજ 09 મીમી
  • તલોદ 35 મીમી
  • પોશીના 02 મીમી
Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com