માઈભક્તો ખાસ વાંચે, અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં મોટો ફેરફાર

તા: 21/4/ 23 , રીટા જાડેજા (અરવલ્લી સમાચાર )

  • અંબાજી મંદિરમાં આવતી કાલથી 3 સમય થશે આરતી….
  • ઋતુમાં ફેરફાર થતાં આરતીના સમયમાં કરાયું પરિવર્તન….
  • સવારે 7 કલાકે બપોરે 12.30 કલાકે અને સાંજે 7 કલાકે થશે આરતી…
  • સવારે 11.30ના બદલે 10.45 વાગ્યે બંધ થશે મંદિર…. 

00

                                                         યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. અંબાજી મંદિરમાં આવતા ભક્તોની સગવડતા માટે નીજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, અંબાજી મંદિરમાં તારીખ 22 એપ્રિલ શનિવારના વૈશાખ સુદને અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે.

                                 ભાવિક ભક્તો ખાસ ધ્યાન રાખે કે, ઋતુ પ્રમાણે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય બદલાયો છે. તેથી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. હવે નવા ક્રમ મુજબ, બપોરની આરતી વધારાની કરવામાં આવશે. અંબાજી મંદિરની પરંપરા મુજબ, હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડાને શણગાર બદલાતા હોય છે, જેથી આરતીનો ત્રણ સમય કરવામાં આવશે.

 જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજીની બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન કરી શકશે તેવું મંદિરના ભટ્ટજી મહારાજ તન્મયભાઈ ઠાકરે જણાવ્યુ હતુ

આરતી અને દર્શનનો સમય 

  • સવારે આરતી   7.00 થી 7.30
  • સવારે દર્શન    7.30 થી 10.45
  • બપોરે આરતી  12.30 થી 1.00
  • બપોરે દર્શન   1.00 થી 4.30
  • સાંજે આરતી   7.00 થી 7.30 સુધી અને
  • સાંજે દર્શન   7.30  થી રાત્રી ના 9.00  સુધી ખુલ્લા રહેશે

જોકે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાતા તારીખ 22/04/2023 થી 19/06/2023 સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહિ તેની ભક્તોએ ખાસ નોંધ લેવી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com