ઉમેદપુર ગામે ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો મેળો યોજાશે | હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે અરવલ્લીની ગિરી મારાઓ

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • ઉમેદપુર ગામે ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો મેળો યોજાશે
  • હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે અરવલ્લીની ગિરી મારાઓ

મોડાસા..
અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં ઉમેદપુર –દધાલીયા ગામે ખંડુજી મહાદેવ મંદિરે પરંપરાગત મહાશિવરાત્રીનો મેળો યોજાશે.દર વર્ષે ભાદરવાના બીજા રવિવારે અહીં યોજાતા ભવ્ય લોકમેળાની જેમ મહાશિવરાત્રીનો પણ ભવ્ય મેળો યોજાય છે તેને લઈને ગામ લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખંડુજી મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધારુઓ ઉમટી પડશે.અને હર હર મહાદેવ ના નાદ થી અરવલ્લી ની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે.પશુપતિ મહાદેવ તરીકે ઓળખાતા સ્વયંભૂ ખંડુજી મહાદેવના ભકતો દર્શન માટે થનગની રહ્યા છે.જોકે મહાશિવરાત્રી ના દિવસે ભવ્ય મેળો યોજાશે જેમાં ભજન કીર્તન સાથે મહાદેવની ભક્તિમાં ભકતો તલ્લીન થશે અને ભારતીય સંસ્કૃતિની અલગ જાખી પણ જોવા મળશે.ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઉમેદપુર –દધાલીયા ગામે સદીઓથી ભાદરવા મહિનાના દર બીજા રવિવારે ઉમેદપુર દધાલીયા ગામે આવેલ સ્વયંભુ ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાય છે લોકોની માનેલી માનતા પૂરી થતી હોવાથી લોકો મોટી સંખ્યામાં સ્વયંભુ ખંડુજી મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવે છે.હજારો ભક્તો ભગવાન ભોળા નાથ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મેળામાં આવેલા લોકોને કોઈ તકલીફના પડે તે માટે ગામ લોકો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદપુર સ્થિત સ્વયંભૂ ખંડુજી મહાદેવ સાક્ષાત છે જેથી લોકોની આસ્થા પણ મહાદેવ પ્રત્યે દિવસે ને દિવસે વધી રહી છે

પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે શ્રી ખંડુજી મહાદેવ ધામ

દિવસે ને દિવસે ભક્તોની વધતી ભીડના કારણે સ્વયંભૂ ખંડુજી મહાદેવ ધામ ઉમેદપૂર પ્રવાસન સ્થળ તરીકે પણ ઉભરી રહ્યું છે.ભક્તોની સતત ભીડ અહી હવે જોવા મળી રહી છે અને તેમાં પણ રાજ્ય ભરમાંથી પશુઓ સુરક્ષિત રહે તે પશુપાલકો અને ખેડૂતોનો ઘસારો ભગવાન ખંડુજી મહાદેવ ધામ ખાતે વધી રહ્યો છે. જો ભગવાન શ્રી ખંડુજી મહાદેવ ધામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો ગુજરાત અને રાજેસ્થાન પર્યટકો નો વેગ વધુ વધે તેવી પણ શક્યતાઓ છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com