મહાદેવ સટ્ટાબાજી એપ કેસ: એક્ટર સાહિલ ખાનની ધરપકડ:મુંબઈ SITએ છત્તીસગઢના જગદલપુરથી દબોચ્યો; મેડિકલ તપાસ બાદ કોર્ટમાં હાજર કરવામાં આવશે

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

મુંબઈ સાયબર સેલની વિશેષ તપાસ ટીમે મહાદેવ બેટિંગ એપ કેસમાં એક્ટર સાહિલ ખાનની છત્તીસગઢથી અટકાયત કરી છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી છે. બોમ્બે હાઈકોર્ટમાં તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ શનિવારે જગદલપુરથી સાહિલની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ સાહિલ ખાન પર સટ્ટાબાજીની સાઈટ ચલાવવાનો અને સટ્ટાબાજીની એપને પ્રમોટ કરવાનો આરોપ છે. મુંબઈની માટુંગા પોલીસની મહાદેવ બેટિંગ એપ કેસની તપાસમાં સાહિલ ખાનનું નામ સામે આવ્યું હતું. જે બાદ એસઆઈટીએ હાલમાં જ સાહિલની પૂછપરછ કરી હતી.

સાહિલની જગદલપુરથી ધરપકડ
મુંબઈ સાયબર સેલે શનિવારે જગદલપુરમાંથી સાહિલ ખાનની ધરપકડ કરી હતી. અહીંથી તેને મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સાહિલ લોટસ બુક 24/7 નામની સટ્ટાબાજીની એપ વેબસાઈટમાં પાર્ટનર છે, જે મહાદેવ બેટિંગ એપ નેટવર્કનો ભાગ છે.

એસઆઈટીએ હાલમાં જ સાહિલની પૂછપરછ કરી હતી
મુંબઈ સાયબર સેલની SIT કેટલીક નાણાકીય અને રિયલ એસ્ટેટ કંપનીઓ અને વિવાદાસ્પદ મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સ વચ્ચેના કથિત ગેરકાયદેસર વ્યવહારોની તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર અનુસાર આ કૌભાંડ અંદાજે 15 હજાર કરોડ રૂપિયાનું છે.
આ કેસમાં સાહિલ ખાન અને અન્ય 31 લોકો સામે તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસમાં તેના બેંક ખાતા, મોબાઈલ ફોન, લેપટોપ અને તમામ ટેક્નિક ડિવાઇસની તપાસનો સમાવેશ થાય છે. વધુ તપાસ ચાલુ છે.
એપ્લિકેશનને પ્રમોટ કરી
સાહિલ ખાન પર લાયન બુક એપને પ્રમોટ કરવાનો અને ઈવેન્ટ્સમાં હાજરી આપવાનો આરોપ છે. લાયન બુકને પ્રમોટ કર્યા પછી પાર્ટનર લોટસ બુક 24/7 એપ લોન્ચ કરી. સાહિલે એપના પ્રચાર માટે પોતાનો ઉપયોગ કર્યો હતો. તે સેલિબ્રિટીને આમંત્રિત કરતો અને ભવ્ય પાર્ટીઓનું આયોજન કરતો.

હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં પોલીસ આ કેસમાં વધુ મહત્ત્વના પાસાઓનો પર્દાફાશ કરી શકે છે.

કોણ છે સાહિલ ખાન?
એક્ટર સાહિલ ખાન તેની ફિટનેસ માટે જાણીતો છે. તેણે એક્સક્યુઝ મી અને સ્ટાઈલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે, તે ફિલ્મોમાં કંઈ વધારે ન કરી શકતા ઈન્ડસ્ટ્રી છોડી દીધી. આ પછી તેની ફિટનેસ સફર શરૂ થઈ અને તે ફિટનેસ ઇન્ફ્લુએનસર બની ગયો હતો. સાહિલ ડિવાઇન ન્યુટ્રિશન નામની કંપની ચલાવે છે, જે સપ્લીમેન્ટ્સ વેચે છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com