માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
આપણું શરીર હેલ્થી અને મજબૂત રહે તે માટે અલગ અલગ પોષક તત્વની જરૂર પડે છે. આ પોષક તત્વો આપણને ભોજન મારફતે મળે છે. શાકભાજી, ફળ, અનાજ, કઠોળ, દાળ વગેરેથી પ્રોટીન, વિટામિન અને મિનરલ સહિતના પોષક તત્વ મળે છે. જોકે તેમ છતાં શરીરમાં કેટલાક પોષક તત્વોની ખામી રહી જતી હોય છે જેના કારણે હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. મેગ્નેશિયમ પણ આવું જ પોષક તત્વ છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે શરીરમાં જો મેગ્નેશિયમની ખામી હોય તો મગજથી લઈને મસલ્સ સુધીના અંગોમાં સમસ્યાનો સામનો કરવો પડે છે.
મેગ્નેશિયમ શા માટે જરૂરી ?
મેગ્નેશિયમ બ્લડમાં સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સાથે જ તે બ્લડ પ્રેશર લેવલને પણ કંટ્રોલ કરે છે. શરીરમાં મેગ્નેશિયમનું લેવલ પણ બરાબર હોય તે જરૂરી છે કારણ કે તે શરીરના અલગ અલગ અંગોને ફીટ રાખે છે. જો શરીરમાં મેગ્નેશિયમની ખામી હોય તો શરીરમાં નીચે દર્શાવ્યા અનુસારના લક્ષણ જોવા મળે છે.
– વધારે પડતો થાક લાગવો.
– હાથ અને પગમાં દુખાવો થવો અથવા તો ઝણઝણાતી થવી. કંઈ ખુંચતું હોય તેવો અનુભવ થવો.
– મેગ્નેશિયમની ખામીના ગંભીર લક્ષણોમાં સીઝર્સ, હાર્ટ બીટમાં ફેરફાર અને મસલ્સ સંબંધિત સમસ્યાનો સમાવેશ થાય છે.
કઈ કઈ વસ્તુઓમાંથી મળે મેગ્નેશિયમ ?
– જે લોકોને શરીરમાં મેગ્નેશિયમની ખામી હોય તેમને ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ વધારે હોય છે.
– દરેક પ્રકારના લીલા શાકભાજીમાં મેગ્નેશિયમનું લેવલ વધારે હોય છે. ખાસ કરીને બાફેલી પાલક નો સૂપ એક કપ પીવાથી 157 મિલીગ્રામ મેગ્નેશિયમ મળે છે. રોજ એક વાટકી પાલકનું શાક ખાવાથી પણ મેગ્નેશિયમ મળી રહે છે.
– મેગ્નેશિયમ પ્રાપ્ત કરવા માટે બદામ ખાઈ શકાય છે. બદામ મેગ્નેશિયમનો સારો સોર્સ છે. આખા દિવસમાં એક મુઠ્ઠી જેટલી બદામ ખાવાથી શરીરની જરૂરિયાતનું મેગ્નેશિયમ પ્રાપ્ત થાય છે.