મોડાસા નામદાર ન્યાયાલયના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ લોક અદાલતનું આયોજન આગામી 9 માર્ચના રોજ કરવામાં આવશે

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અરવલ્લી મોડાસા નામદાર ન્યાયાલયના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ,નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ, અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા,અરવલ્લી જિલ્લા મુકામે અને જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં,સદર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આગામી 9 માર્ચના રોજ કરવામાં આવનાર છે.

આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો,નેગોશીયેબલ એક્ટ મુજબના કેસો,નાણાંની વસુલાત,વાહન અકસ્માત વળતર લેબર તકરાર, ઇલેક્ટ્રીસીટી તથા વોટર બીલને લગતા કેસો,સિવાય બિન સમાધાન પાત્ર કેસ કે, લગ્ન વિષયક સિવાય છુટાછેડાનાં કેસો,જમીન સંપાદન, નોકરી વિષયક પગાર, ભથ્થાં અને નિવૃત્તિનાં લાભોને લગતા,મહેસુલને લગતા,અન્ય સિવીલ કેસો જેવાં કે,ભાડાં, સુખાધિકારના અધિકાર, મનાઇ હુકમ,વિશિષ્ટ પાલનનાં દાવા વિગેરે કેસો મુકવામાં આવનાર છે,આ પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે અને પોતાનો કેસ રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકવા માટે,પક્ષકારો તેમજ વકીલ તેમનો કેસ, જે વિસ્તારની કોર્ટોમાં આવતો હોય,ત્યાંની કાનૂની સેવા સંસ્થાઓ અને રૂબરૂ કોર્ટમાં સંપર્ક કરવા,નામદાર ડિસ્ટિક જજ,એ એન અંજારીયા એ  લોક અદાલતમાં ભાગ લેવા અપીલ કરી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com