રસોઈનો સ્વાદ વધારતું લીંબુ સુધારે છે સ્વાસ્થ્ય, જાણો લીંબુના ઉપયોગથી થતા ફાયદા વિશે

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ઉનાળામાં લીંબુનો વપરાશ વધી જાય છે. લીંબુ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે. ઉનાળા દરમિયાન તો એક ગ્લાસ લીંબુ પાણી પી લેવાથી શરીરમાં તુરંત એનર્જી આવી જાય છે. લીંબુ વજન ઘટાડવાની સાથે સુંદરતા વધારવામાં પણ મદદ કરે છે. લીંબુ વિટામિન સીથી ભરપુર હોય છે. સાથે જ તેમાં અનેક પોષક તત્વો હોય છે. જોકે મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે લીંબુ શરીરને કઈ કઈ સમસ્યાઓથી બચાવી શકે છે. આજે તમને આ અંગે જાણકારી આપીએ. આજે તમને જણાવીએ કે લીંબુનું સેવન કરવાથી શરીરની કઈ કઈ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

લીંબુથી થતા ફાયદા 

– લીંબુનો રસ રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે રોજ સવારે એક ચમચી ખાંડમાં થોડો લીંબુનો રસ મિક્સ કરી ખાઈ લેવું.

– લીંબુ વાળ માટે પણ ફાયદાકારક છે. જો તમને ડેન્ડ્રફની સમસ્યા છે તો લીંબુને વાળમાં લગાડવાથી ફાયદો થશે.

– લીંબુ વિટામિન સીથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. અને હાડકા સંબંધિત સમસ્યા થવાનું જોખમ ઘટે છે.

– સુંદરતા વધારવાનું કામ પણ લીંબુ કરે છે. કાચા દૂધમાં લીંબુનો રસ મિક્સ કરી તેને ચહેરા પર લગાડવાથી ચહેરાના ડાઘ દૂર થઈ જાય છે.

– જે લોકોને વારંવાર હેડકી આવતી હોય તેમને લીંબુના રસમાં સંચળ અને મધ ઉમેરીને પી જવું જોઈએ. તેનાથી તુરંત હેડકી બંધ થઈ જાય છે.

– જો ચેહરા પર તડકાના કારણે કાળા ડાઘ પડી ગયા હોય તો ફેસપેક બનાવો તેમાં લીંબુનો રસ પણ ઉમેરી દેવો. તેનાથી સ્કીનનો રંગ સાફ થઈ જશે.

– હુંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પાણીમાં થોડી વાર પગ બોળી રાખવાથી પગની ડેડ સ્કિન દૂર થાય છે અને એડી પણ સાફ થઈ જાય છે.

– પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો લીંબુના રસમાં મધ ઉમેરીને નિયમિત સવારે પી લેવું. આ ઉપાય એવા લોકોને પણ ફાયદો કરે છે જેમને કબજિયાત રહેતી હોય.

– જો કોણી અને ગોઠણ વધારે કાળા થઈ ગયા હોય તો લીંબુની છાલથી રોજ આ જગ્યાઓ પર મસાજ કરવી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com