બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ બાયડ મામલતદારને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ બાયડ મામલતદારને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો

  • બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો
  • ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે
  • ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ૫ પુરુષોત્તમ રૂપાલા ના વિરુદ્ધમાં વિરોધ ફાટી નીકળ્યો છે.

01

ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકીય ૫ ાર્ટીના નેતાઓ પોતાના પ્રવચનમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ને સામેથી મુસીબતને નોતરું આપતા હોય એવું લાગી રહ્યું છે.ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા રાજકોટ ખાતે સભામાં ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ૫ પુરુષોત્તમ રૂપાલા ના વિરુદ્ધમાં વિરોધ ફાટી નીકળ્યો છે.ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના વફાદાર નેતાઓએ વિરોધને દબાવી દેવા તેમજ ક્ષત્રિય સમાજના ગુસ્સાને શાંત પાડવા માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવ્યા છતાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો ગુસ્સો હાલ પૂરતો શાંત પડતો હોય તેવું લાગી રહ્યું નથી.ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજની આ બાબત વિશે માફી પણ માગી લીધી છે તેમ છતાં ક્ષત્રિય સમાજનો રોશ હજુ પણ શાંત પડવાનું નામ લેતો નથી.ત્યારે બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ બાયડ મામલતદારને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપ ાલા ની ટિકિટ બાબતે ફેર વિચારણા નહીં કરે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com