બાયડના શહેરી વિસ્તારમાંથી એલસીબીએ પ્રતિબંધિત ચાઈનિઝ દોરીની 10 ફિરકી સાથે શખ્સને ઝડપી લીધો

મુકદ્દશ બલોચ (અરવલ્લી સમાચાર,બાયડ)

 

બાયડ અને તેની આસપાસના વિસ્તારોમાં ઉત્તરાયણના તહેવાર અનુસંધાને ગેરકાયદે ચાઈનિઝ દોરી અને તુક્કલના વેચાણના પ્રતિબંધના જાહેરનામા અન્વયે ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચના અનુસાર એલસીબીનો સ્ટાફ બાયડ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે બાયડના તળાવ પાળ વિસ્તારમાં રહેતો કિશોરકુમાર લસાજી મારવાડી રહે. બાયડ પ્લાસ્ટિકના મીણીયાની થેલીમાં પ્રતિબંધિત ચાઈનિઝ દોરીનો જથ્થો લઈને ઉભો હોવાની માહિતીના આધારે એલસીબીના સ્ટાફે કિશોર મારવાડીને ઝડપી તેની પાસે રહેલી થેલીની તલાશી લેતાં તેમાંથી પ્રતિબંધિત ચાઈનિઝ દોરીની ફિરકી નંગ 10 મળી હતી. પોલીસે 3000ની ફિરકી સહિતનો મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com