રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ ઈડીના સકંજામાં છે… પણ આખરે કેજરીવાલનું થશે શું? બહાર આવશે કે નહીં તે એક મોટો સવાલ છે.. તે વચ્ચે દિલ્લીમાં રાજકીય દંગલ જામ્યું છે.. ભાજપ અને આમઆદમી પાર્ટી બંને રસ્તા પર વિરોધ કરી રહ્યા છે.. તો બીજી તરફ કે.કવિતા અને સુકેશ ચંદ્રશેખર કેજરીવાલની મુશ્કેલી વધારે તો નવાઈ નહીં…. જોકે અરવિંદ કેજરીવાલે ધરપકડ સામે હાઈકોર્ટમાં અરજી કરીને તાત્કાલિક સુનાવણીની પણ માગ કરી… પરંતુ હાઈકોર્ટે તાત્કાલીક સુનાવણીથી ઈનકાર કરી દીધો… એટલે કે કેજરીવાલની હોળી જેલની અંદર જ થશે..
ગુરૂવારે કેજરીવાલની ધરપકડ થઈ… શુક્રવારે 6 દિવસના રિમાન્ડ પર મોકલાયા…. અને હવે 28 તારીખ સુધી કેજરીવાલની પૂછપરછ ચાલશે.. જોકે આ તમામ કાર્યવાહી વચ્ચે દિલ્લીમાં રાજકીય દંગલ જામ્યું છે… આમઆદમી પાર્ટી રસ્તા પર સતત પ્રદર્શન કરી રહી છે.. આમઆદમી પાર્ટીના કાર્યકર્તાઓએ શહીદ ભગતસિંહના સ્મારક પાસે વિરોધ પ્રદર્શન કર્યું અને મોદી સરકાર પર વાર કર્યા.. આ દરમિયાન પોલીસ સાથે પણ ઘર્ષણ થયું…. કેજરીવાલની ધરપકડના વિરોધમાં ભગવંત માન, સૌરભ ભારદ્વાજથી લઈને પક્ષના તમામ મોટા નેતાઓ જોડાયા હતા…. બીજી તરફ ભાજપે પણ રાજઘાટ પાસે ભ્રષ્ટાચાર મિટાવોના નારા સાથે ધરણા કર્યા.. આ સાથે રાજઘાટ પર પહોંચીને રામધૂન બોલાવી અને ભ્રષ્ટાચારને ખતમ કરવાના શપથ લીધા..
તો ભાજપે સુનિતા કેજરીવાલના વીડિયો બાદ સવાલ ઉઠાવ્યા… ભાજપે સવાલ કર્યો કે, અત્યાર સુધી સુનિતા કેજરીવાલ ક્યાં હતા, જ્યારે કેજરીવાલ તેમના સંતાનોના ખોટા સોગંધ ખાતા હતા.. ત્યારે ક્યાં હતા, જ્યારે કેજરીવાલ કૌભાંડ આચરતા હતા…
કેજરીવાલ પર કાર્યવાહી મુદ્દે ઘમાસાણ ચાલતું જ હતું, ત્યાં દારૂકાંડમાં જ ઈડીના સકંજામાં આવેલી BRS નેતા કે.કવિતાની મુશ્કેલી વધી…. કોર્ટમાં રજૂ કરાતા તેમના રિમાન્ડ 28 તારીખ સુધી લંબાવી દેવાયા… એટલે કે કેજરીવાલની સાથે સાથે હજુ 6 દિવસ તેમની પણ પૂછપરછ ચાલશે… બીજી તરફ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે મુશ્કેલી વધારતું નિવેદન આપ્યું… સુકેશ ચંદ્રશેખરે કહ્યું કે, કેજરીવાલ અને તેમની ટીમ સામે હું સાક્ષી બનીશ.
એટલે કે, કેજરીવાલની મુસિબત ઘટવાના સ્થાને સતત વધશે તેવું લાગી રહ્યું છે.. તેવા સમયે પ્રશ્ન છે કે, શું કેજરીવાલ ચૂંટણી પહેલા બહાર આવશે ખરા?… શું કેજરીવાલ જેલની અંદરથી જ સરકાર ચલાવશે કે પછી સુનિતા કેજરીવાલને દિલ્લીની કમાન સોંપશે… ? આવા તમામ સવાલોના જવાબ માત્ર આગામી સમય જ આપશે.