માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
જેઠ માસની શરૂઆત થઇ ચુકી છે. 5 જુલાઈ સુધી જેઠ માસ રહેશે. જેઠ મહિનામાં ખાસ કરીને 5 શુભ કામ ચોક્કસ કરવા જોઈએ. આ પાંચ શુભ કામોથી પુણ્ય લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ મળે છે. સાથે જ આ કાર્યોના કારણે મનને શાંતિ પણ મળે છે.
પહેલું કામ- સૂર્યને અર્ઘ્ય આપવું
સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવવું. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. ધ્યાન રાખો જળ ચઢાવતી સમયે સૂર્યને નરી આંખે જોવો નહીં. લોટાથી જે જળની ધારા પડે છે, તેમાંથી સૂર્યદેવના દર્શન કરવા જોઈએ.
બીજું કામ- જાપ કરવા
સૂર્યને જળ ચઢાવ્યા પછી ઘરના મંદિરમાં પોતાના આરાધ્ય દેવ સામે મંત્રનો જાપ કરવો જોઈએ. શિવજી માટે ૐ નમઃ શિવાય, વિષ્ણુજી માટે ૐ નમો ભગવતે વાસુદેવાય, શ્રીકૃષ્ણ માટે કૃં કૃષ્ણાય નમઃ, શ્રીરામ પાસે રાં રામાય નમઃ, હનુમાનજી માટે શ્રી રામદૂતાય નમઃ, દેવી માતા માટે દું દુર્ગાયૈ નમઃ મંત્રનો જાપ કરી શકો છો. મંત્ર જાપ ઓછોમાં ઓછો 108વાર કરવો જોઈએ.
ત્રીજું કામ- ધ્યાન કરવું
મંત્ર જાપ પછી ઘરના મંદિરમાં થોડીવાર માટે ધ્યાન કરવું જોઈએ. બંને આંખ બંધ કરીને પોતાનું ધ્યાન બંને ભ્રમરો વચ્ચે આજ્ઞા ચક્ર ઉપર લગાવવું જોઈએ. ધ્યાન કરતી સમયે મનને અહીં-ત્યાં ભટકવા દેશો નહીં.
ચોથું કામ- દાન કરવું
હાલ ગરમીના દિવસોમાં જળ દાન કરવાનું મહત્ત્વ સૌથી વધારે છે. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન પણ કરી શકો છો. છત્રીનું દાન કરો. કોઈ પરબમાં જળનું અને માટલાનું દાન કરો.
પાંચમું કામ- તીર્થ દર્શન
જેઠ મહિનામાં ઓછામાં ઓછા એક તીર્થની યાત્રા કરી શકો છો. ગરમીના દિવસોમાં ઉત્તરાખંડના ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા કરી શકો છો. આ યાત્રાથી ગરમીથી રાહત મળશે. મન શાંત થશે અને પુણ્ય લાભ મળી શકે છે.