રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
જી20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થવાના નથી જે મુદ્દે બોલતા વિદેશમંત્રી ડો.એસ જયશંકરે કહ્યું કે મને લાગે છે કે જી20માં અલગ અલગ સમય પર કેટલાક એવા પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ રહ્યા છે જેમણે કોઈ કારણસર નહીં આવવાનો નિર્ણય લીધેલો છે. પરંતુ તે અવસરે જે પણ તે દેશના પ્રતિનિધિ હોય છે તેઓ પોતાના દેશ અને તેની સ્થિતિને રજૂ કરે છે. મારું માનવું છે કે દરેક જણ ખુબ ગંભીરતા સાથે જી20માં આવી રહ્યા છે.
G20 સમિટમાં શું થશે ચર્ચા?
એસ જયશંકરે કહ્યું કે બધુ તૈયાર થઈ રહ્યું છે. વાર્તાકાર વાતચીત કરી રહ્યા છે અને જે લોકો વ્યવસ્થા ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ તેના પર કામ કરી રહ્યા છે. આ વાસ્તવમાં આપણા માટે ખુબ જ કેન્દ્રિય સમય છે. મને લાગે છે કે એ મહત્વપૂર્ણ છે કે લોકોને એ ખબર પડે કે શું થઈ રહ્યું છે અને હાલ જી20 વિશે મારું માનવું છે કે તેમાં અનેક મુદ્દાઓ છે. કેટલાક લાંબાગાળાના સંરચનાત્મક મુદ્દા છે તો કટેલાક વધુ ઉભરનારા છે. એવા અનેક મુદ્દાઓ છે જેના પર દુનિયા ધ્યાન આપી રહી છે અને તેનો બોજ ગ્લોબલ સાઉથ અને વિકાસશીલ દેશો પર છે. આપણા માટે એક મહત્વપૂર્ણ સંદેશ ગ્લોબલ સાઉથ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પરંતુ તેનો એક મોટો સંદર્ભ પણ છે. સંદર્ભ ખુબ અશાંત વૈશ્વિક વાતાવરણ, કોવિડનો પ્રભાવ, યુક્રેન સંઘર્ષનો પ્રભાવ, ઋણ જેવા મુદ્દાઓ જે કેટલાક સમયથી ચાલી રહ્યા છે અને જળવાયું પરિવર્તન જે આજે અર્થવ્યવસ્થાને પણ પ્રભાવિત કરી રહ્યા છે, તેનો છે.
વિપક્ષને જયશંકરનો જવાબ
બીજી બાજુ જી20 સમિટ માટે સરકાર તરફથી કરાયેલી વ્યવસ્થાની વિપક્ષ દ્વારા કરાયેલી ટીકા પર એસ જયશંકરે કહ્યું કે જો કોઈને એવું લાગતું હોય કે તેઓ લુટિયન્સ દિલ્હી કે વિજ્ઞાન ભવનમાં વધુ સુવિધાજનક મહેસૂસ કરી રહ્યા હતા તો તે તેમનો વિશષાધિકાર હતો. તે તેમની દુનિયા હતી અને ત્યારે શિખર સંમેલનની બેઠક એવા સમયે થઈ જ્યાં દેશનો પ્રભાવ કદાચ વિજ્ઞાન ભવનમાં કે પછી તેના 2 કિલોમીટર (લુટિયન્સ દિલ્હી) સુધીમાં રહ્યો હોય. આ એક અલગ યુગ છે. આ અલગ સરકાર છે અને આ એક અલગ વિચાર પ્રક્રિયા છે. પ્રધાનમંત્રીએ મહેસૂસ કર્યું અને અમે તે દિશામાં કામ કર્યું છે જેમાં જી20 એવી ચીજ છે જેને એક રાષ્ટ્રીય પ્રયત્ન તરીકે માનવો જોઈએ. જે લોકોને એવું લાગતું હોય કે અમે આપણે આજે પણ 1983માં ફસાયેલા રહેવું જોઈએ તો તેમનું 1983માં ફસાયેલા રહેવામાં સ્વાગત છે.
યુક્રેન સંકટ પર જયશંકરની ચોખ્ખી વાત
જયારે જયશંકરને પૂછવામાં આવ્યું કે રશિયાના વિદેશમંત્રીએ કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે યુક્રેન સંકટ પર તેમના વિચારને જી20ના ભાષણમાં સામેલ કરવામાં આવે અને શું શિખર સંમેલન પહેલા શક્તિ પ્રદર્શન શરૂ થઈ ગયું છે? તો તેના પર જયશંકરે જવાબ આપ્યો કે રાહ જોવી જોઈએ અને જોવું જોઈએ કે વાતચીતમાં વાસ્તવમાં શું થાય છે અને તેને પહેલેથી જ એ આધાર પર આંકવું જોઈએ નહીં કે એક અવસર પર શું કહેવામાં આવી શકે છે અને એક અવસર પર જે કહેવાયું હતું તેની મીડિયા વ્યાખ્યા શું હોઈ શકે છે.