રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
શેર બજારમાં વધુ એક કંપનીનો આઈપીઓ 29 ફેબ્રુઆરીએ ઓપન થઈ રહ્યો છે. આ કંપની મુક્કા પ્રોટીન્સ લિમિટેડ છે. કંપની ફિશ પ્રોટીન્સ પ્રોડક્ટ્સ બનાવે છે. મુક્કા પ્રોટીન્સનો આઈપીઓ (Mukka Proteins IPO)સબ્સક્રિપ્શન માટે 4 માર્ચ 2024 સુધી ઓપન રહેશે. કંપનીનો પબ્લિક ઈશ્યૂ કુલ 224 કરોડ રૂપિયાનો છે. મુક્કા પ્રોટીન્સ લિમિટેડના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
પ્રથમ દિવસે 45 રૂપિયા ઉપર જઈ શકે છે શેર
મુક્કા પ્રોટીન્સના (Mukka Proteins IPO)આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 26થી 28 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં મુક્કા પ્રોટીન્સના શેર 19 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. 28 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પર કંપનીના શેર 47 રૂપિયા નજીક લિસ્ટ થઈ શકે છે. મુક્કા પ્રોટીન્સના આઈપીઓમાં જે ઈન્વેસ્ટરને શેર મળશે, તે લિસ્ટિંગના દિવસે 67 ટકાથી વધુ ફાયદાની આશા કરી શકે છે. આઈપીઓમાં કંપનીના શેર 5 માર્ચ 2024ના એલોટ થશે. તો મુક્કા પ્રોટીન્સના શેર 7 માર્ચે બજારમાં લિસ્ટ થશે.
વધુમાં વધુ 13 લોટ માટે દાવ લગાવી શકે છે રિટેલ ઈન્વેસ્ટર્સ
મુક્કા પ્રોટીન્સ લિમિટેડના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટથી લઈને 13 લોટ માટે દાવ લગાવી શકે છે. આઈપીઓના એક લોટમાં 535 શેર છે. તો 13 લોટમાં 6955 શેર છે. મુક્કા પ્રોટીન્સ લિમિટેડ ફિશ મીલ, ફિશ ઓયલ અને ફિસ સોલ્યુશન પેસ્ટ તૈયાર અને સપ્લાય કરે છે. મુક્કા પ્રોટીન્સની શરૂઆત 2003માં થઈ હતી. કંપની પોતાની પ્રોડક્ટ્સને બહરીન, બાંગ્લાદેશ, ચિલી, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, ફિલીપીન્સ, ચીન, સાઉદી અરબ, દક્ષિણ કોરિયા, ઓમાન, તાઇવાન અને વિયતનામને એક્સપોર્ટ કરે છે.