તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર }
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ઈસરો ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને કરેલા સંબોધન દરમિયાન મોટી જાહેરાત કરી. જે સ્થળ પર ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કર્યું તે પોઈન્ટ વહે શિવ શક્તિના નામથી ઓળખાશે. પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રમાના જે સ્થળ પર ચંદ્રયાન 2એ પોતાના પદચિન્હ છોડ્યા છે તે પોઈન્ટ હવે તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે. આ સાથે જ વધુ એક મહત્વની જાહેરાત કરતા તેમણે કહ્યું કે 23 ઓગસ્ટના રોજ જ્યારે ભારતે ચંદ્રમા પર તિરંગો લહેરાવ્યો તે દિવસ હવે National Space Day તરીકે ઉજવાશે.
પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધન કરતા કહ્યું કે તમારા બધા વચ્ચે આવીને આજે એક અલગ પ્રકારની ખુશી મહેસૂસ કરી રહ્યો છું. કદાચ આવી ખુશી ખુબ જ દુર્લભ અવસરો પર થાય છે. જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે રઘવાટ હાવી થઈ જાય છે. આ વખતે મારી સાથે પણ આવું જ થયું છે.
શિવશક્તિના નામથી ઓળખાશે
પીએમ મોદીએ કહ્યું કે આપણે ત્યાં પહોંચ્યા જ્યાં કોઈ પહોંચ્યું નહતું. આપણે એ કર્યું જે પહેલા ક્યારેય કોઈએ કર્યું નહતું. મારી આંખો સામે 23 ઓગસ્ટનો એ દિવસ, તે એક એક સેકન્ડ વારંવાર ઘૂમી રહ્યા છે. જ્યારે ટચડાઉન કન્ફર્મ થયું તો જે પ્રકારે ત્યાં ઈસરો સેન્ટરમાં, સમગ્ર દેશમાં લોકો ઉછળી પડ્યા તે દ્રશ્ય કોણ ભૂલી શકે છે. કેટલીક સ્મૃતિઓ અમર થઈ જાય છે. તે પળ અમર થઈ ગઈ. ચંદ્રમાના જે ભાગ પર આપણું ચંદ્રયાન ઉતર્યું ભારતે તે સ્થળના નામકરણનો પણ નિર્ણય લીધો છે. જે સ્થળ પર ચંદ્રયાન 3નું મૂન લેન્ડર ઉતર્યું તે પોઈન્ટ હવે શિવશક્તિના નામથી ઓળખાશે.
ચંદ્રયાન 2નું લેન્ડિંગ પોઈન્ટ તિરંગો
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રમાના જે સ્થળ પર ચંદ્રયાન 2એ પોતાના પદચિન્હો છોડ્યા છે તે પોઈન્ટ હવે તિરંગો ઓળખાશે. આ તિરંગા પોઈન્ટ ભારતના દરેક પ્રયત્નની પ્રેરણા બનશે, આ તિરંગા પોઈન્ટ આપણને શીખ આપશે કે કોઈ પણ નિષ્ફળતા અંતિમ હોતી નથી. પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આપણી ગણતરી થર્ડ રોમાં થતી હહતી. આજે ટ્રેડથી લઈને ટેક્નોલોજી સુધી, ભારતની ગણતરી પહેલી પંક્તિ એટલે કે ફર્સ્ટ રોમાં ઊભેલા દેશોમાં થઈ રહી છે. થર્ડ રોમાંથી ફર્સ્ટ રો સુધીની આ યાત્રામાં આપણી ઈસરો જેવી સંસ્થાઓએ ખુબ મોટી ભૂમિકા ભજવી છે.