મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં કુંભમાં માટી ઉઘરાવી ભાજપ સંગઠન દ્વારા જિલ્લામાં મોકલવાનું અભિયાન હાથ ધરાયુ

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

હાલ આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશમાં અમૃત વર્ષની ઉજવણી જુદી-જુદી રીતે કારવમાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા ગામડે ગામડે ફરી દરેક ગામની માટી કળશમાં લઇને તાલુકા મથકે, જિલ્લા પ્રદેશ અને ત્યાંથી દિલ્હી ખાતે મોકલવાનું અભિયાન ચાલી રહ્યું છે. તે મુજબ આજે મેઘરજના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માટી ઉઘરાવાનો કાર્યક્રમ યોજાયો હતો.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાંથી ગામડાની માટી એકઠી કરીને દિલ્હી ખાતે શહીદ વન માટે નક્કી કરેલ સ્થાન પર લઈ જઈ વૃક્ષારોપણ કરવાનું છે.

ત્યારે ગુજરાતમાંથી પણ 7500 કળશમાં માટી એકત્રિત કરીને 7500 યુવાનો દિલ્હી ખાતે માટી ભરેલ કળશ લઈ જશે. જે પછી 7500 વૃક્ષો વાવીને આઝાદી માટે બલિદાન આપેલ સ્વાતંત્ર્ય વિરો, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોની યાદમાં શહીદ વન બનાવવાનું નક્કી કર્યું છે. તે મુંજબ આજે મેઘરજમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ સંગઠનના કાર્યકરો અને મહિલાઓ દ્વારા ગામડામાંથી માટી એકઠી કરી માટી ભરેલ અમૃત કળશ જિલ્લામાં મોકલાવવાનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં તાલુકા સંગઠનનાં કાર્યકરો જોડાયા હતા.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com