માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની પ્રથમ રેશનલ બેઠક રવિવારે ઉમા વિદ્યાલય, મોતીપુરા, હિંમતનગરમાં યોજાઈ હતી. અવર રેશનાલિઝમ ગૃપના એડમીન અને રેશનાલિસ્ટ રોહિત “કર્મ ” દ્વારા આયોજીત બેઠકમાં સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, પાખંડો, માન્યતાઓ, જાતિભેદ વિ.ની તાર્કિક / રેશનલ ચર્ચાઓ કરી તેની નાબૂદી માટે આગામી સમયમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંસ્થા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં બનાવવાનું નક્કી કરાયું હતું. તાર્કીક અને વૈજ્ઞાનિક વિચારસરણી સાથેનું માનવ જીવન સૌથી સુખી જીવન છે એવી વિભાવના સાથે ઉપસ્થિત રેશનલ મિત્રોએ પોતાના અનુભવો સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનના વિચારો પ્રગટ કર્યા હતા.
જિલ્લાની આ પ્રથમ રેશનલ મિટીંગમાં રોહિત”કર્મ “, વિરચંદભાઈ મકવાણા, સુનીલ શર્મા, એકતા પાટીદાર, અતુલ સોલંકી, પિયુષ પરમાર, ડૉ. દિક્ષિત નિનામા, પંકજ સોલંકી, સુનીલ પરમાર, ધીરજ લેઉઆ, નવીન પટેલ, છનાભાઇ દરજી, નરેશભાઈ દરજી, દિનેશભાઈ દરજી, કાલીદાસ દરજી સહિત હાજર રહ્યા હતા.