શામળાજી મહોત્સવ 2023માં લોકગાયક કિર્તીદાન ગઢવી અને અનિરૂધ્ધ આહીર કાળિયા ઠાકોરના આંગણે રેલાવશે શુર

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

  •   વહીવટી તંત્ર દ્વારા શામળાજી ૨૦૨૩ની  ઉજવણીના ભાગરૂપે વિવધ તૈયારીઓ શરુ
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાશે  શામળાજી મહોત્સવ
  • લોકગાયક કિર્તીદાન ગઢવી અને અનિરૂધ્ધ આહીર પોતાની આગવી સંગીત કળાથી ભક્તોને મંત્ર મુગ્ધ કરશે 

યાત્રાધામ શામળાજીમાં દર વર્ષે શામળાજી મહોત્સવનું રંગેચંગે આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ યાત્રાધામ શામળાજીમાં ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સંસ્કૃતિક વિભાગ તેમજ અરવલ્લી જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ શામળાજીમાં શામળાજી મહોત્સવ -૨૦૨૩ ની  ઉજવણીના ભાગરૂપે વિવધ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે

ત્યારે અરવલ્લીના શામળાજીમાં બિરાજમાન કાળિયા ઠાકોરના આંગણે સુપ્રસિધ લોકગાયક કિર્તીદાન ગઢવી અને અનિરૂધ્ધ આહીર પોતાની આગવી સંગીત કળાથી શામળાજી મહોત્સવની ઉજવણીમાં સાથ આપશે.અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દરવર્ષે સંગીત,અને ભક્તિનો સમન્વય સમો મહોત્સવ ઉજવાય છે.આ વર્ષે પણ ૨ અને ૩ ડિસેમ્બર ૨૦૨૩ ના બે દિવસ માટે શામળાજી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com