મેઘરજમાં યુવતીના પરિવારજનોએ પ્રેમીને આપી તાલિબાની સજા, યુવાન અને તેના ભાઈ માર મારીને અર્ધમરેલી હાલતમાં છોડીને ભાગી છૂટયા

નવનીત શર્મા (અરવલ્લી સમાચાર,મેઘરજ)

  • મોડાસા પંથકના બે યુવકને તાલિબાની સજાની ઘટના સામે આવી
  • મેઘરજ પંથકની યુવતીના પ્રેમી અને પીતરાઈ ભાઈને અપાઈ તાલિબાની સજા
  • કોમાંમાં રહેલા બે યુવકોમાથી એક યુવક હોશમાં આવતા ઘટના પ્રકાશમાં આવી
  • ઘટનાના મહિનાઓ બાદ તાલિબાની સજા આપ્યાંનું ખૂલ્યું
  • મેઘરજના ઘેલી માતાજી મંદિરે ગત દશેરા પર્વ સમયની ઘટના
  • યુવતી પાસે ફોન પર મેસેજ કરાવી બોલાવ્યા બાદ યુવક પ્રેમીને યુવતીના પરિજનોએ માર માર્યાનું ખૂલ્યું
  • યુવતીના પરિજનોએ યુવકના પિતરાઈ ભાઈને ફોન કરી ઘટના સ્થળે લઈજઇ તેને પણ બાંધી માર માર્યો હતો
  • માર મારી બંને યુવકોને બેડજ પાટિયા પાસે ફેંકી દેવતા સ્થાનિકોએ 108 મારફતે સારવાર અર્થે ખસેડયા હતા
  • ગંભીર હાલતમાં ભોગ બનનાર બંને યુવકો ને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા
  • ભોગ બનનાર યુવકે ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

અરવલ્લીના મોડાસામાં પંથકમાં મેઘરજ પંથકમાં બે યુવાનોને આકરી તાલિબાની સજા આપવામાં આવી હતી. આ ઘટનામાં યુવતીના પ્રેમીને અને તેના પીતરાઈ ભાઈને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મેઘરજના ઘેલી માતાજી મંદિરે દશેરા પર્વને આ યુવાનો માણવા ગયા હતા. તેઓ મંદિરે હતા ત્યારે પ્રેમીએ યુવતીને ફોન પર મેસેજ કરીને મળવા બોલાવી હતી.

યુવતીના પરિજનોએ યુવકના પિતરાઈ ભાઈને ફોન કરી ઘટના સ્થળે બાંધીને માર માર્યો

જોકે યુવતીના પરિવારજનોને સમગ્ર બાબતની ખબર પડી ગઈ હતી. આ ખબર મળતા જ તેઓ યુવતીની પાછળ પાછળ ગયા હતા જ્યાં યુવક આ યુવતી સાથે ઝડપાઈ ગયો હતો. પ્રેમીને યુવતીના પરિજનોએ ઢોર માર માર્યો હતો. સાથે જ યુવકના પિતરાઈ ભાઈને ફોન કરી ઘટના સ્થળે લઈ જઇ તેને પણ બાંધીને ઢોર  માર માર્યો હતો. બંન્ને યુવકોને માર મારીને અર્ધમરેલી અવસ્થામાં બેડજ પાટિયા પાસે ફેંકી દીધા હતા.

 (કાળુભાઈ ભોગબનનારના કાકા)

બન્ને યુવાનો કોમામાં સરી ગયા હતા

જે બાદ સ્થાનિકોઓ તેમને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે આ દરમિયાન બંન્ને યુવકો કોમામાં હતા.જેથી એક યુવક હોશમાં આવ્યા બાદ આ સમગ્ર ઘટના સામે આવી. ભોગ બનનાર યુવકે ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કે જે ચૌધરી – નાયબ પોલીસ અધિક્ષક

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com