હીટવેવની અસર:એપ્રિલ-જૂનના ગાળામાં દેશનાં શાક માર્કેટોમાં ડુંગળીની આવકમાં 29% ઘટાડો જ્યારે ગુજરાતમાં 14.7% વધારો

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

દેશમાં હીટવેવની સીધી અસર રસોડામાં સૌથી વધુ વપરાતા શાકભાજીની માર્કેટમાં આવક અને તેના ભાવો પર થતી હોય છે. ટમેટા, ડુંગળી અને બટાકા જેને અંગ્રેજીમાં TOP તરીકે ઓળખાય છે તેના ભાવોમાં આ ઉનાળાની સિઝનમાં ભારે અસ્થિરતા જોવા મળી જેનું મુખ્ય કારણ હીટવેવના કારણે શાક માર્કેટોમાં તેની આવકમાં થયેલો ઘટાડો છે. બેન્ક ઓફ બરોડા રિસર્ચના રિપોર્ટ ‘ઇમ્પેક્ટ ઓફ હિટવેવ ઓન ઇકોનોમી’ મુજબ, હિટવેવથી સૌથી વધુ પ્રભાવિત એપ્રિલ-જૂનમાં ગત વર્ષની તુલનામાં દેશના માર્કેટોમાં ટમેટાની આવક 18%, ડુંગળીની 29% અને બટાકાની 12% ઘટી. તેની સાથે જ ડુંગળીનો ભાવ 89%, બટાકાનો 81% અને ટમેટાનો 38% વધ્યો. ડુંગળી પકવતા પ્રમુખ રાજ્યોમાં સૌથી સારું પ્રદર્શન ગુજરાતમાં રહ્યું. રાજ્યમાં ડુંગળીના પાકમાં ગત વર્ષની તુલનામાં ડુંગળીની આવકમાં 14.7% વધારો નોંધાયો છે. પરંતુ ટમેટાની આવક 18.6% અને બટાકાની આવકમાં 15% ઘટાડો નોંધાયો છે.

વધુ ડુંગળી પકવતા રાજ્યોમાં ગુજરાતનું પ્રદર્શન સારું
ડુંગળીના પાક લેવાની સિઝન જાન્યુઆરીથી મે સુધીની હોય છે. ગુજરાતમાં 2023ની સિઝનમાં 10.46 લાખ ટન ડુંગળોની પાક થયો હતો. આ વર્ષે 10% વધીને 11.54 લાખ ટન નોંધાયો. દેશમાં ડુંગળી પકવતા પ્રમુખ રાજ્યોમાં ગુજરાતનું પ્રદર્શન ગત વર્ષની તુલનામાં ઘણું સારું રહ્યું હતું. જેની સામે ગત વર્ષની તુલનામાં કર્ણાટકમાં 19%, મધ્ય પ્રદેશમાં 50%, રાજસ્થાનમાં 34% ઓછો પાક નોંધાયો છે.

દેશનાં માર્કેટોમાં ટામેટા, ડુંગળી, બટાકાની આવક ઘટી

શાકભાજી એપ્રિલ-જૂન’23 એપ્રિલ-જૂન’24 તફાવત ટકા
ટામેટા 982108 800210 181898 -18.5
ડુંગળી 4568971 3237635 1331336 -29.1
બટાકા 2924458 2564100 360358 -12.3
(આંકડા ટનમાં, સ્રોત: બેન્ક ઓફ બરોડા રિસર્ચ)

ગુજરાતમાં ટમેટા-બટાકાની આવકમાં ઘટાડો નોંધાયો

શાકભાજી એપ્રિલ-જૂન’23 એપ્રિલ-જૂન’24 તફાવત ટકા
ટામેટા 78532 63915 -14617 -18.6
ડુંગળી 310079 355550 45471 14.7
બટાકા 174663 148367 -26296 -15.1
(આંકડા ટનમાં, સ્રોત: બેન્ક ઓફ બરોડા રિસર્ચ)
Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com