Diabetes હોય તો સવારે દહીં સાથે આ 5 વસ્તુ ખાવાનું કરો શરુ, દવા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ડાયાબિટીસ એક ક્રોનિક બીમારી છે જેની સારવાર સમયસર શરુ કરવી જરૂરી છે. ડાયાબિટીસ થાય તો તે સાવ તો ક્યારેય ન મટે પરંતુ તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે દવાઓ લેવી પડે છે. જો કે ઘણા લોકો ખાવાપીવાના શોખીન હોય છે અને તેઓ દવા લેતા હોય તેમ છતા તેમનું બ્લડ સુગર કંટ્રોલમાં રહેતું નથી. આવા લોકો પોતાની ડાયટમાં કેટલાક ફેરફાર કરી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે.

આ કામમાં દહીં લાભકારક સાબિત થાય છે. સવારે દહીં સાથે કેટલીક વસ્તુઓ ખાવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર કંટ્રોલમાં રહી શકે છે.આજે તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જેને દહીં સાથે ખાવાથી બ્લડ શુગરને કંટ્રોલમાં રહે છે.

દહીં અને કાળા ચણા

બ્લડ શુગર હાઈ રહેતું હોય તો એક બાઉલ બાફેલા ચણામાં દહીં ઉમેરી સવારે નાસ્તામાં ખાવાનું રાખો. દહીં અને ચણામાં મીઠું અને કાળા મરી ઉમેરી શકાય છે.

દહીં અને ઈસબગોલ

હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે એક વાટકી દહીંમાં 1થી 2 ચમચી ઈસબગોલ ઉમેરીને પણ ખાઈ શકાય છે. તેનાથી બ્લડ શુગર તો કંટ્રોલ થશે જ પરંતુ તેની સાથે ડાયાબિટીસના કારણે થતી અન્ય સમસ્યા પણ દુર થશે. ખાસ તો તેનાથી કબજિયાત મટી જાય છે.

દહીં અને કાકડી

સલાડમાં કાચી ખવાતી કેટલીક વસ્તુઓ પણ દહીં સાથે ખાવાથી ફાયદો થાય છે. તેના માટે સવારે નાસ્તામાં એક બાઉલ દહીંમાં કાકડી, ટમેટું વગેરે ઉમેરીને ખાઈ શકાય છે. દહીં સાથે તમે દાડમ પણ ખાઈ શકો છો.

દહીં અને દાળ

દાળ બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં અન્ય પોષકતત્વો પણ હોય છે. દહીં અને દાળ પણ ભોજનમાં લેવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. તેનાથી શરીરને પોષકતત્વો પણ મળે છે.

દહીં સાથે ફળ

કેટલાક ફળ પણ એવા છે જેનું સેવન દહીં સાથે કરવામાં આવે તો ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દીએ સવારે ખાલી પેટ દાડમ અને દહીં ખાવું જોઈએ. તેનાથી પેટની ઘણી બીમારીઓ દુર થઈ જાય છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com