વાહન ચાલકોને અવર જવરમાં ભારે હાલાકી:હિંમતનગરના ટાવર ચોકમાં સાંજના સમયે શાકભાજીની લારીઓ રોડ પર આવી જતા રસ્તો બંધ

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

હિંમતનગરના ટાવર ચોક રોજ સાંજના બે કલાકના સમયમાં શાકભાજીની લારીઓ રોડ પર આવી જતા રસ્તાઓ બંધ થઈ જાય છે. જેને લઈને વાહન ચાલકોને અવર જવર કરવામાં હાલાકી ભોગવવી પડે છે. જેને લઈ પાલિકા અને પોલીસે રાત્રે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ જેથી વાહન ચાલકો અવર જવર કરી શકે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ટાવર ચોક એ શહેરનું મુખ્ય હાર્દ છે. બીજી તરફ આ ટાવર ચોકમાં શાકમાર્કેટ આવેલું છે. જ્યાં આજુબાજુના ગામડાના ગ્રામજનો અને શહેરીજનો આવે છે. તો મહાવીર નગર તરફ જવાનો ઓવરબ્રિજ પર આવેલો છે. ત્યારે રોજ સાંજે 7થી 9ના સમય ગાળામાં શાકમાર્કેટમાંથી શાકભાજીની લારીઓ રોડ પર આવી જાય છે. સાથે ટાવર ચોકમાં પણ લારીઓ રસ્તાની બાજુમાં અડિંગો હોય છે. જેને લઈને દિવસે પણ વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડે છે. તો રાત્રે રોડ પર શાકભાજીની લારીઓ આવી જતા રસ્તો બંધ થઈ જાય છે. જેને લઈને શહેરીજનો ઉપરાંત ઇમરજન્સી સેવાના વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી પાલિકા વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા રાત્રી સુધી ટાવર ચોકમાં રહીને શાકભાજી અને ફ્રૂટની લારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.

તો સાંજે શહેરીજનો શાકભાજીની લારીઓ રોડ પર બીજી તરફ ખરીદી કરનારાના વાહનો પર રોડ પર પર્કિંગ જેને લઈને ટ્રાફિક જામ થાય છે અને કેટલીકવાર રસ્તો બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com