ઈઝરાયલી સેનાના સિક્રેટ્સ જાણતું હતું હમાસ:10 લડવૈયાઓ ઇન્ટેલિજન્સ હબમાં પ્રવેશ્યા, કોમ્યુનિકેશન ટાવર્સનો નાશ કર્યો; જાણો હુમલાનો આખો પ્લાન

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

10 હમાસ લડવૈયાઓ જાણતા હતા કે ઇઝરાયલના ગુપ્તચર કેન્દ્રને કેવી રીતે શોધવું અને તેની અંદર કેવી રીતે પ્રવેશવું. ઇઝરાયલમાં પ્રવેશ્યા પછી તેઓ પાંચ મોટરસાઇકલ પર પૂર્વ દિશા તરફ ગયા. દરેક બાઇક પર બે લડવૈયા હતા. આગળ વધી રહ્યા હતા ત્યારે તેઓ ત્યાંથી પસાર થતા વાહનો પર ગોળીઓ વરસાવી રહ્યા હતા.

લગભગ 16 કિલોમીટર પછી તેઓ રસ્તો છોડીને જંગલો તરફ ગયા. અહીં એક મિલિટરી ગેટની બહાર નીચે ઉતરી ગયા. ગેટ પર કોઈ ગાર્ડ નહોતો. લડવૈયાઓએ નાના બોમ્બનો ઉપયોગ કરીને અહીંનો બેરિયર તોડી નાખ્યું હતું. બેઝમાં પ્રવેશ કર્યો. ગ્રુપ સેલ્ફી લીધી. ત્યારબાદ એક નિઃશસ્ત્ર ઇઝરાયલી સૈનિકની ગોળી મારીને હત્યા કરી દીધી.

ઇઝરાયલની સેનાના અધિકારીઓએ હમાસની ઘૂસણખોરી સંબંધિત આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે હમાસે આ આશ્ચર્યજનક હુમલાની યોજના બનાવી અને મધ્ય પૂર્વની સૌથી શક્તિશાળી સેનાને હરાવી. તેમણે વધુમાં કહ્યું કે હમાસ ઈઝરાયલી સેનાની નબળાઈઓ અને સિક્રરેટ્સ જાણતું હતું.

એક ક્ષણ માટે લડવૈયાઓ અચોકસ દેખાતા હતા કે આગળ ક્યાં જવું છે, પરંતુ એક લડવૈયાએ ​​તેના ખિસ્સામાંથી કોમ્પ્લેક્સનો મેપ કાઢ્યો. નકશાની મદદથી તેઓ આગળ વધવાનો રસ્તો સમજી ગયા.

પછી તેઓ એક હાઈ સિક્યોરિટી બિલ્ડિંગ તકફ વધ્યા. અહીં દરવાજો ખુલ્લો હતો. તેઓ અંદર પ્રવેશ્યા. એક રૂમમાં પહોંચ્યા જ્યાં ઘણા કોમ્પ્યુટર રાખવામાં આવ્યા હતા. આ ઈઝરાયલી આર્મીનું ઈન્ટેલિજન્સ હબ હતું. જેમ જેમ તેઓ આગળ વધ્યા, લડવૈયાઓને બે સૈનિકો મળ્યા, પછી લડવૈયાઓએ તેમને ગોળી મારી દીધી.

આ સમગ્ર ઘટના હમાસ કમાન્ડરના માથા પર લગાવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ એ જ કમાન્ડર છે જે શનિવારે એટલે કે 7 ઓક્ટોબરે માર્યો ગયો. ન્યૂયોર્ક ટાઈમ્સે ઇઝરાયલના અધિકારીઓ સાથે આ વીડિયો જોયો છે અને તેની ચકાસણી કરી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com