બંધક ઇઝરાયલી મહિલા સાથે લગ્ન કરવા માગતો હતો હમાસનો ફાઇટર:કિડનેપિંગ કરવાના 14 દિવસ બાદ રિંગ આપી, કહ્યું- તું મારી સાથે જ રહીશ અને બાળકો પેદા કરીશ

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયલની એક મહિલાએ ખુલાસો કર્યો છે કે હમાસનો એક ફાઈટર તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, 18 વર્ષીય નોગા વેઈસને ગયા વર્ષે ગાઝામાં હમાસ દ્વારા 50 દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવી હતી.

આ સમય દરમિયાન હમાસ આતંકીએ ​​તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. નોગાએ જણાવ્યું કે કેદના 14મા દિવસે આતંકીએ તેને રિંગ આપી અને કહ્યું કે બધાને છોડી દેવામાં આવશે, પરંતુ તું અહીં મારી સાથે રહીશ અને મારા બાળકોને જન્મ આપીશ.

નોગાની માતાને પણ મળ્યો
નોગાએ કહ્યું હતું કે તે હમાસ આતંકીના શબ્દોથી ખૂબ ડરી ગઈ હતી. આતંકીએ તેને લગ્ન પર તેનો જવાબ પૂછ્યો અને તેણે હસીને માથું હલાવ્યું કારણ કે તેને લાગ્યું કે જો તે જવાબ નહીં આપે તો આતંકી તેને ગોળી મારી દેશે. આ પછી તે તેની મુક્તિ સુધી તેની સાથે રહ્યો.

આતંકી બાદમાં નોગાની માતા સાથે મળ્યો, જેનું 7 ઓક્ટોબરે અપહરણ કરવામાં આવ્યું હતું. આતંકીએ ​​આ બધું કર્યું જેથી તે નોગાનો હાથ માંગી શકે. આતંકીના મિત્રો ઘણીવાર નોગાને કહેતા કે તે તેને ખૂબ પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. આ પછી નવેમ્બર 2023માં નોગા અને તેની માતાને 4 દિવસના યુદ્ધવિરામ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા.

7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલમાં ઘુસીને 1200 લોકોને મારી નાખ્યા અને 234ને બંધક બનાવી લીધા. જેમાં નોગા અને તેની માતા પણ સામેલ હતા. તેના થોડાં કલાકો પછી ઇઝરાયલી સેનાએ ગાઝા પર હુમલો કરી દીધો.

પછી ગયા વર્ષે 24 નવેમ્બરથી 1 ડિસેમ્બરના રોજ થયેલા સીઝફાયરમાં 105 બંધકોને આઝાદ કરવામાં આવ્યા. બાકી રહેલાં બંધક હજુ પણ હમાસની કેદમાં છે. જેમાંથી 70 બંધકોના મૃત્યુની વાત હમાસે કહી છે.

મંગળવારે (20 એપ્રિલ) ઇઝરાયલ પર હમાસના આતંકવાદી હુમલાને 200 દિવસ પૂરા થયા. આ દરમિયાન ગાઝાના 23 લાખ નાગરિકો ઇઝરાયલના સૈન્ય હુમલાઓ વચ્ચે દરરોજ ખાવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. યુએનનું કહેવું છે કે મે મહિનામાં ગાઝામાં ભૂખમરાનું જોખમ છે.

સૌથી ખરાબ સ્થિતિ યુદ્ધ વચ્ચે જન્મેલા બાળકોની છે. 17 એપ્રિલ સુધીમાં, ગાઝાની હોસ્પિટલોમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 28 બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામ્યા હતા. જેમાં એક મહિનાથી ઓછી ઉંમરના 12 બાળકોનો સમાવેશ થાય છે. ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 34 હજાર લોકોનાં મોત થયા છે, જ્યારે 77 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મહત્તમ 14,500 બાળકોનો સમાવેશ થાય છે. દર કલાકે 6 બાળકો સહિત 15 લોકો માર્યા જાય છે.

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com