વાયબ્રન્ટ સમિટમાં મહાનુભાવોને પીરસાશે ગુજરાતી વાનગીઓ,વાંચો લીસ્ટ

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )

  • વાયબ્રન્ટ સમિટમાં મહાનુભાવોને પીરસાશે ગુજરાતી વાનગીઓ
  • તમામ મહેમાનોને પીરસાશે શુદ્ધ શાકાહારી ભોજન
  • UAEના રાષ્ટ્રપતિને પણ ડિનરમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે

વાયબ્રન્ટ સમિટને લઈ હવે તૈયારીઓ આખરી ઓપમાં છે. ત્યારે પ્રધાનમંત્રી મોદી સહિત મહાનુભાવોને ગુજરાતી અને ભારતીય વાનગીઓ પીરસવામાં આવશે. તમામ મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન અને સાથે જ મિલેટ્સની વાનગીઓ પીરસવામાં આવશે.

શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે
UAEના રાષ્ટ્રપતિને પણ ડિનરમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. વેલકમ ડ્રિન્કસ સાથે મહેમાનોને આવકારવામાં આવશે. તો ભોજનમાં ગુજરાતી વાનગીઓ જેમકે, ખમણ, ખાંડવી, રાજભોગ શ્રીખંડ તો મસાલેદાર વાનગીઓમાં ઘુઘરા, નાચોસ વગેરે પીરસવામાં આવશે.

વેલકમ ડ્રિન્ક્સ
ચમેલિયા બ્લોસમ
ઈન્ટર્નલ સનરાઈઝ

ફ્રેશ જ્યુસ
સફરજન, ગાજર અને બીટ
ફૂદીનો અને તરબૂચ

હોમમેડ કૂકીઝ
રેડ વેલવેટ
રાગી અને ફીગ કૂકીઝ
ગાજર અને તજનો કેક

પ્રાદેશિક વાનગીઓ
વાટી દાળના ખમણ
ખાંડવી
રાજભોગ શ્રીખંડ

મસાલેદાર વાનગી
નાચોસ બાર
ઘુઘરા

બપોરના ભોજનમાં શું પીરસાશે ? 
વેલકમ ડ્રિન્ક્સ
નીલ અડાલજ
સલાડ

રોસ્ટેડ કાજુ
બ્રોક્લિનટ
સ્વિટકોર્ન ચાર્ટ

મેઈન પ્લેટ
ત્રીપોલી મિર્ચ આલુ લબાબદાર
દાલ અવધી
સબ્સ દમ બીરયાની
બાસમતી રાઈસ

બ્રેડ
આલુ મિર્ચ કા કુલ્ચા
હોમ સ્ટાઈલ ફુલકા
ફિન્ગર મિલેટ પરાઠા

મીઠાઈ
ફોક્સટેલ મેન્ગો લીચી
ચીકુ-પિસ્તાનો હલવો
સિઝનલ ફ્રુટ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું
વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-૨ સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com