ગુજરાત સરકારના પ્રાકૃતિક ખેતીના આહવાનથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો મેળવી રહ્યા છે મબલખ પાક

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

  • ગુજરાત સરકારના પ્રાકૃતિક ખેતીના આહવાનથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો મેળવી રહ્યા છે મબલખ પાક

અરવલ્લી એસ. પી. એન. એફ.પોડયુસર કંપની લિમિટેડ દ્વારા અરવલ્લી નેચરલ પ્રાકૃતિક શોપનું ઉદઘાટન

અરવલ્લી જિલ્લાના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને પ્રાકૃતિક ખેતીથી કેટલા ફાયદાઓ થાય તે અંગે અનેક સેમિનારો અને વેબીનારો થકી જાગૃત કરવામાં આવ્યા છે.જેમાં અરવલ્લી જિલ્લામાં મોટાભાગના લોકો હવે પ્રાકૃતિક ખેતી કરી આગળ વધી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામા અરવલ્લી એસ. પી. એન. એફ.પોડયુસર કંપની લિમિટેડ દ્વારા અરવલ્લી નેચરલ પ્રાકૃતિક શોપ છે જેમ મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના ખેડૂતોના સંયુક્ત પ્રયાસથી આ શોપ ચલાવવામાં આવે છે.


જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે વધુ માં વધુ લોકો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય અને લોકોને રાસાયણિક ખાતર તેમજ કેમિકલ વગરની  પ્રાકૃતિક ખેત પેદાશો  અને  ઝેર મુક્ત આહાર મળી રહે અને લોકોને તંદુરસ્તી જળવાઈ રહે એવી પ્રેરણાથી આ શોપમા પ્રાકૃતિક ખેતી થી કરવામાં આવેલ ખેતપેદાશો મેળવી શકાશે. પ્રાકૃતિક ખેતી થી ઉત્પન્ન કરવામાં આવેલી અનેક પ્રકારની પ્રોડક્ટ નું વેચાણ કરવામાં આવે છે.

નેચરલ શોપમા જીજ્ઞેશભાઈ પટેલ સાથે વાત કરતા જાણવા મળ્યું કે ૧૦૦% પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અહીંયા સભ્યબને છે અને ત્યારબાદ તેમના ખેતપેદાશો અહિયાં વેચાણ અર્થે લાવવામાં આવે છે.જેનાથી અન્ય ખેડૂતોમાં પણ ઉત્સાહ જાગ્યો છે અને પ્રોત્સાહન મળી રહ્યું છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com