સરકારી કર્મચારીઓ ખુશ થઈ જાઓ...DAમાં વધારા બાદ વધુ એક સારા સમાચાર તમારા માટે

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુરુવારે એક સાથે અનેક ખુશખબર આવ્યા. કેબિનેટે  હોળી પહેલા થયેલી બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી. આ સાથે જ બીજા પણ એક ગુડ ન્યૂઝ આપ્યા. જેમાં હાઉસ રેન્ટ અલાઉન્સ(House Rent allowance)  માં પણ 3 ટકાનો વધારો કરાયો છે. હવે X કેટેગરીમાં કર્મચારીઓને 27 ટકાથી વધીને મહત્તમ 30 ટકા HRA મળશે. HRA માં આ વધારાના કારણે સરકાર પર 9000 કરોડ રૂપિયાનો ભાર પડશે.

કયા શહેર માટે કેટલું હશે HRA

દિલ્હી, અમદાવાદ, બેંગ્લુરુ, મુંબઈ, પુણે, ચેન્નાઈ અને કોલકાતાને એક્સ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. અહીં કામ કરતા કર્ચમારીઓને બેઝિક પેના 27 ટકા HRA મળે છે. જે 3 ટકા વધ્યા બાદ હવે 30 ટકા મળશે.

2. Y કેટેગરીમાં
પટણા, લખનઉ, વિશાખાપટ્ટનમ, ગુંટુર, વિજયવાડા, ગુવાહાટી, ચંડીગઢ, રાયપુર, રાજકોટ, જામનગર, વડોદરા, સુરત, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગુડગાવ, નોઈડા, રાંચી, જમ્મુ, શ્રીનગર, ગ્વાલિયર, ઈન્દોર, ભોપાલ,  જબલપુર, ઉજ્જૈન, કોલ્હાપુર, ઔરંગાબાદ, નાગપુર, સાંગલી, કોલ્હાપુર, નાસિક, નાંદેડ, ભિવંડી, અમરાવતી, કટક, ભૂવનેશ્વર, રાઉરકેલા, અમૃતસર, જાલંધર, લુધિયાણા, બીકાનેર, જયપુર, જોધપુર, કોટા, અજમેર, મુરાદાબાદ, મેરઠ, બરેલી, અલીગઢ, આગરા, લખનઉ, કાનપુર, અલાહાબાદ, ગોરખપુર, ફિરોઝાબાદ, ઝાંસી, વારાણસી, સહારનપુર જેવા શહેર આવે છે. અહીં રહેતા કર્મચારીઓને બેઝિક પેના 18 ટકા HRA મળે છે. 2 ટકા વધ્યા બાદ હવે તેમને 20 ટકા મળશે.

3. Z કેટેગરી
એક્સ અને વાય  કેટેગરીના શહેરોથી અલગ બાકી તમામ શહેરોને ઝેડ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ શહેરોમાં કામ કરતા કર્મચારીઓને બેઝિક પેના 9 ટકા HRA મળે છે. 1 ટકો વધ્યા બાદ હવે તે 10 ટકા થઈ જશે.

કેવી રીતે વધશે કર્મચારીઓનો HRA?
કેબિનેટે ગુરુવારે હાઉસ રેન્ટ અલાઉન્સમાં પણ રિવિઝન કરવાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થાના 50 ટકા થયા બાદ HRA પણ હાલના 27 ટકાના દરથી વધારીને 30 ટકા કરાયો છે. તે એક્સ કેટેગરીમાં આવતા કર્માચારીઓ માટે હશે. બીજી કેટેગરી એટલે કે વાય કેટેગરીમાં રિવિઝન 2 ટકા રહેશે. હાલ 18 ટકા છે તો હવે 20 ટકા થશે. ત્યારબાદ ઝેડ  કેટેગરીના કર્મચારીઓને એક ટકો વધીને 10 ટકા HRA થશે.

DA માં પણ થયો વધારો
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે DA માં 4% ના વધારાને મંજૂરી આપી છે. હવે કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024થી લાગૂ થશે. માર્ચના અંતમાં પગાર સાથે ક્રેડિટ થઈ જશે. કુલ બે મહિનાનું એરિયર પણ તેમાં સામેલ હશે. આ સતત ચોથીવાર એવું બન્યું છે કે જ્યારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com