ગોલ્ડમાં તાબડતોડ તેજી, આજે ફરી તોડ્યા તમામ રેકોર્ડ, જાણો આજનો ભાવ

અરવલ્લી સમાચાર બ્યુરો

આજે નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ ગઇ છે. આ દરમિયાન ગોલ્ડના ભાવ (gold price today) નવા રેકોર્ડ હાઇ પર પહોંચી ગયા છે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગ્લોબલ માર્કેટમાં નવો રેકોર્ડ બનાવ્યા બાદ સ્થાનિક બજારમાં પણ એમસીએક્સ પર ગોલ્ડ (mcx gold price) નવા રેકોર્ડ પર છે. મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર ગોલ્ડનો ભાવ 68890 પર પહોંચી ગયો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર ગોલ્ડનો ભાવ આજે 1.76 ટકાની તેજી સાથે  68890 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ 1 ટકાની તેજી સાથે 75801 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ તેજી સાથે જ ખુલ્યો હતો. તો બીજી તરફ ગોલ્ડ ખુલતાં જ નવા રેકોર્ડ લેવલને પાર કરી ગયો હતો.

 

ફેડના નરમ વલણની અસર
અમેરિકામાં ફેડરલ રિઝર્વના નરમ વલણને કારણે વૈશ્વિક બજારમાં તેમજ સ્થાનિક બજારમાં સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત આજે 2,259 ડોલર પ્રતિ ઔંસની નવી જીવનકાળની ઊંચી સપાટીએ છે.

કયા કારણોથી ગોલ્ડમાં આવી રહી છે તેજી
અત્યારે મધ્ય એશિયામાં ભૂ-રાજકીય તણાવ વધી રહ્યો છે, જેના લીધે ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી રહી છે. યૂરોપ અને રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગોલ્ડના ભાવ પર જોવા મળી રહી છે. આ ઉપરાંત ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ તણાવ સતત વધી રહ્યો છે. આ તમામ ફેક્ટર વચ્ચે સેંટ્રલ બેંક ફેડરલ રિઝર્વ તરફથી આવી રહેલા સંકેતથી ગોલ્ડને સપોર્ટ મળી રહ્યો છે. તાજેતરમાં જ થયેલી ચર્ચામાં ફેડ રિઝર્વે આ નાણાકીય વર્ષમાં 3 વાર ઘટાડાના સંકેત આપ્યા હતા. તો બીજી તરફ ભારતમાં પણ આરબીઆઇ રેપો રેટ્સમાં લગભગ 2 વખત કાપ કરી શકે છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com