રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
સોનાના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે જબરદસ્ત ભાવ વધ્યા. સોનામાં આજે પણ તેજીનો માહોલ છે. પહેલા દિવસે લગભગ 1700 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો. ગઈ કાલે એમસીએક પર ગોલ્ડે 68890 નું નવું લેવલ ટચ કર્યું હતું. આજ પણ સોનું ઉછળ્યું છે. જાણો લેટેસ્ટ રેટ શું છે.
MCX પર વધ્યા ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડનો ભાવ 0.47 ટકાની તેજી સાથે 68650 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. આ ઉપરાંત આજે ચાંદીનો ભાવ પણ 0.89 ટકાની તેજી સાથે 76204 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે છે.
ગ્લોબલ માર્કેટમાં સોનું
વૈશ્વિક બજારોની વાત કરીએ તો આજે કોમેક્સ પર ગોલ્ડનો ભાવ રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. પહેલીવાર સોનાનો ભાવ 2286 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો છે. આ ઉપરાંત છેલ્લા 7 દિવસમાં સોનાના ભાવમાં 100 ડોલર સુધીની તેજી જોવા મળી છે. ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 25.50 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જૂનના ફેડ રિઝર્વ મીટિંગમાં વ્યાજ દરોમાં કાપ થઈ શકે છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 154 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 68817 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 141 રૂપિયા વધીને 63036 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં 611 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે અને ભાવ 75722 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે