અરવલ્લી સમાચાર બ્યુરો
સોના અને ચાંદીના ભાવમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં સોનાના રેટ નવા ઓલ ટાઈમ હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે કોમેક્સ ઉપર પણ નવો રેકોર્ડ હાઈ જોવા મળ્યો. શરાફા બજારમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ પણ MCX પર 520 રૂપિયા જેટલા ઉછળ્યા છે. બુલિયન માર્કેટમાં જોશનું કારણ આ વર્ષના મધ્યમાં અમેરિકામાં વ્યાજ દર ઘટવાની સંભાવના છે.
MCX પર સોનું અને ચાંદી
ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીમાં તેજી છે. MCX પર સોનાના રેટ કારોબારી સેશનમાં 64500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યા. જે ઓલ ટાઈમ હાઈ 64575 રૂપિયાની એકદમ નજીક છે. સોનામાં આજે લગભગ 100 રૂપિયાની મજબૂતાઈ છે. ચાંદીના ભાવ પણ 520 રૂપિયા વધીને 71638 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.
શરાફા બજારમાં જબરદસ્ત ઉછાળો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 924 રૂપિયાનો બંપર ઉછાળો નોંધાયા સોનું 64404 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 846 રૂપિયાનો ઉછાળો નોંધાતા હાલ 58994 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી 1261 રૂપિયાનો વધારો નોંધાતા હાલ ભાવ 72038 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે.