ગોબી મંચુરિયન (ફ્લાવરનું સૂકુ મંચુરિયન) રેસીપી ..

અરવલ્લી સમાચાર બ્યુરો 

ફ્લાવરથી બનેલું મંચુરિયન કોઈપણ પાર્ટીમાં સ્ટાર્ટરની જેમ બહુ પસંદ કરવામાં આવે છે. તેને ગ્રેવીની સાથે પણ બનાવી શકાય છે પરંતુ સૂકું (ડ્રાઈ) ગોબી મંચુરિયન વધારે લોકપ્રિય છે કારણકે તેને સાંજના ભોજનની સાથે પીરસી શકાય છે. તેને બનાવવા માટે બે પ્રક્રિયા છે ૧) ફ્લાવરના ટુકડા તૈયાર કરવા ૨) સાંતળેલો સૂકો મસાલો તૈયાર કરવો. નીચે આપેલી રેસીપીની સાથે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગોબી મંચુરિયન (ફ્લાવરનું સૂકું મંચુરિયન) બનાવતા શીખીએ. અમારા મંચુરિયન સ્પેશીયલ વિભાગમાંથી તમે અલગ-અલગ પ્રકારની ઇન્ડો-ચાઇનીઝ વાનગી સરળતાથી ઘરે બનાવી શકો છો.
સામગ્રી:
  • ૧/૨ કપ કોર્ન ફ્લોર
  • ૫ ટેબલસ્પૂન મેંદો
  • ૧ મધ્યમ ફ્લાવર, મધ્યમ આકારના ટુકડાઓમાં કાપેલું
  • ૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
  • ૧/૨ ટીસ્પૂન આદુંની પેસ્ટ
  • તેલ, તળવા માટે
  • મીઠું, સ્વાદ પ્રમાણે
  • ૧/૨ કપ પાણી

સૂકા મસાલા માટે:

  • ૧&૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ
  • ૨ ટીસ્પૂન આદુંની પેસ્ટ
  • ૨ લીલા મરચાં, બારીક સમારેલા
  • ૧ મોટી ડુંગળી, બારીક સમારેલી
  • ૧ નાનું લીલું કેપ્સીકમ, બારીક સમારેલું
  • ૧&૧/૨ ટેબલસ્પૂન સોયા સોસ
  • ૧/૨ ટેબલસ્પૂન ચીલી સોસ
  • ૨ ટેબલસ્પૂન ટોમેટો કેચપ/ટામેટાંનો સોસ
  • ૨ ટેબલસ્પૂન તેલ
  • ૨ ટેબલસ્પૂન લીલી ડુંગળી (સ્પ્રિંગ ઓનિયન), બારીક સમારેલી
  • મીઠું, સ્વાદ પ્રમાણે

ગોબી મંચુરિયન બનાવવાની વિધિ::

  • ફ્લાવરના ટુકડાઓને મીઠાવાળા પાણીમાં મધ્યમ આંચ પર ૩-૪ મિનિટ માટે ઉકાળો. ઉકાળ્યા પછી તેમાથી વધારાનું પાણી કાઢીને તેને ટીશ્યૂ પેપર અથવા નેપકીન પર પાથરી દો.
  • એક બાઉલમાં મેંદો, કોર્ન ફ્લોર, ૧/૨ ટીસ્પૂન આદુંની પેસ્ટ, ૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ, ૧/૨ કપ પાણી અને મીઠું નાખીને ખીરું તૈયાર કરી લો. તે ઢોસાના ખીરાની જેમ ન તો વધારે ઘટ્ટ હોવું જોઈએ ન તો વધારે પાતળું. ફ્લાવરના ટુકડાઓને ખીરામાં નાખીને બરાબર મિક્ષ કરો. ખીરું ફ્લાવરને ચારે બાજુ સમાનરૂપે લાગી જવું જોઈએ.
  • એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. ૬-૮ ફ્લાવરના ટુકડાઓને ધીમેથી તેલમાં નાખીને હલ્કા બદામી રંગના થાય ત્યાં સુધી તળો. તળેલા ફ્લાવરના ટુકડાઓને એક થાળીમાં પાથરેલા પેપર નેપકીનની ઉપર કાઢો. આ જ રીતે બાકી બધા ટુકડાઓને પણ તળી લો.
  • એક પહોળા મોઢા અને પાતળા તળિયાવાળી કડાઈમાં મધ્યમ આંચ પર ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં ૨ ટીસ્પૂન આદુંની પેસ્ટ, ૧&૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ, કાપેલા લીલા મરચાં, કાપેલું કેપ્સીકમ અને કાપેલી ડુંગળી નાખોં.
  • બધી સામગ્રીને ૩-૪ મિનિટ માટે ઊંચી આંચ પર સાંતળો.
  • તેમાં સોયા સોસ, ટોમેટો કેચપ, ચીલી સોસ અને મીઠું નાખોં.
  • તેને ચમચાથી હલાવીને એક મિનિટ માટે પકાવો.
  • તેમાં તળેલા ફ્લાવરના ટુકડા નાખોં.
  • બધી સામગ્રીને હળવેથી કડાઈમાં ઉછાળીને મિક્ષ કરો અને ૧-૨ મિનિટ માટે ઊંચી આંચ પર પકાવો. (ગોબી મંચુરિયન ડ્રાઈ બનાવવા માટે કડાઈમાં ઊંચી આંચ પર બધી સામગ્રીને ઉછાળવી જરૂરી છે)
  • તેને એક થાળીમાં કાઢો અને લીલી ડુંગળીથી સજાવીને ટોમેટો કેચપ અથવા ચીલી સોસની સાથે ગરમા-ગરમ પીરસો.

 

ટીપ્સ અને વિવિધતા:

  • તળેલા ફ્લાવરના ટુકડાઓને પીરસવાના સમયે જ બનાવો. વધારે સમય બહાર રહેવાથી તે નરમ પડી જશે અને ક્રિસ્પી નહીં રહે.
  • આ રેસીપીને બનાવીને તરત જ પીરસો. જેથી ફ્લાવર ક્રિસ્પી રહેશે.
  • ડ્રાઈ ગોબી મંચુરિયનનો સ્વાદ મુખ્યત્વે સોયા સોસ અને ચીલી સોસ પર નિર્ભર કરે છે. તમે આ બંનેની માત્રા તમારા સ્વાદ અનુસાર ઓછી અથવા વધારે કરી શકો છો.
  • ફ્લાવરના ટુકડાઓને સાફ કરવા માટે તેને મીઠાવાળા ગરમ પાણીમાં ૧૫ મિનિટ માટે ડૂબાડીને રાખો.
  • ફ્લાવરના બધા ટુકડાઓને એકસાથે તળવાની કોશિશ ન કરો નહીતર તે ક્રિસ્પી નહીં બને.
  • જો તમને ક્રિસ્પી ગોબી મંચુરિયન પસંદ છે તો ખીરામાં ડૂબેલા ફ્લાવરના ટુકડાઓને રેસીપીમાં બતાવેલા સમયથી થોડીવાર વધારે તળો

પીરસવાની રીત: તમે તેને સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશની જેમ પીરસી શકો છો. તે ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ અથવા શેઝવાન ફ્રાઈડ રાઈસની સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com