માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
ઇડર તાલુકાની પી.એમ.શ્રી તાલુકા પ્રાથમિક શાળા નંબર 1માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઇડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા તથા ઇડર શહેર ભાજપના હોદ્દેદારો સૌ સાથે મળી અને ઉજવણી કરવામાં આવી. શાળામાં આજના દિવસે કનુભાઈ રેવાભાઇ પટેલ પૂર્વ સાબર ડેરી ડિરેક્ટર બાળકોને એમના તરફથી તિથિભોજન આપવામાં આવ્યું. શાળાનો તમામ સ્ટાફ તથા શાળાના આચાર્ય પ્રવિણસિંહ ચૌહાણ અને શાળાના ઉત્સાહી શિક્ષક હિતેશકુમાર ચૌધરીએ બધા ભેગા મળીને સરસ મજાનું આયોજન કર્યું હતું.