માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)
- Gemini AI માં રિપ્લાય પર હવે તમારો કન્ટ્રોલ રહેશે
- નવું ફીચર માત્ર અંગ્રેજીને સપોર્ટ કરી રહ્યું છે, ભવિષ્યમાં અન્ય ભાષાઓને પણ સપોર્ટ કરશે.
- ગૂગલે હાલમાં જ Gemini AIને લઈને નવું અપડેટ રિલીઝ કર્યું છે.
ગૂગલે હાલમાં જ Gemini AIને લઈને નવું અપડેટ રિલીઝ કર્યું છે. જેમિની AI ગૂગલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ છે, જેના દ્વારા યુઝર્સને તેના સવાલોના જવાબ તરત જ આપવા માટે બનાવવામાં આવ્યું છે. નવા અપડેટ પછી ગૂગલનું આ ચેટબોટ યુઝર્સને રિપ્લાય બે વખત રિફાઈન કરીને આપશે.
નવા અપડેટ પછી જેમિનીના યુઝર્સ કોઈ રિપ્લાયને એડિટ કરી શકે છે. અને તેને સંપૂર્ણરીતે હટાવી પણ શકે છે. નવા ફીચરની સુવિધા હાલમાં જેમિનીના વેબ વર્ઝન માટે ઉપલબ્ધ છે. એપ વર્ઝન પર હજુ સુધી રિલીઝ કરવામાં આવ્યું નથી.
નવું ફીચર માત્ર અંગ્રેજીને સપોર્ટ કરી રહ્યું છે
ખૂબ જ સરળ શબ્દોમાં કહીએ તો જેમિનીના રિપ્લાય પર હવે તમારુ કન્ટ્રોલ રહેશે. જોકે નવું ફીચર માત્ર અંગ્રેજીને સપોર્ટ કરી રહ્યું છે. ભવિષ્યમાં અન્ય ભાષાઓને પણ સપોર્ટ કરશે. Geminiને જવાબ એડિટ કરવા માટે તમારે તે ભાગને સિલેક્ટ કરવાનો રહેશે અને પછી તેને લંબાવવો કે ડિલીટ કરવો તે દરેક કામ કરી શકશો. આ ઉપરાંત જે ભાગને હાઇલાઇટ કરવો હોય તો પણ કરી શકાશે.