ગાભા મારું : ગુજરાત ભાજપમાં પક્ષપલટુઓનો જમાનો, 14 ટકા અનામત રાખો

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • ભાજપના કાર્યકરના નામે એક પત્રિકા વાયરલ!
  • લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર સામે આવ્યો ભાજપનો પત્રિકા કાંડ.
  • લોકસભાની ચૂંટણી પહેલાં વાયરલ થઈ વિવાદિત પત્રિકા. 

01

છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપમાં કોંગ્રેસના નેતાઓને ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડ નિગમ સહિત પાર્ટીના સંગઠનમાં પણ મહત્ત્વના હોદ્દાઓ આપવામાં આવી રહ્યા છે. જેનાથી મૂળ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓને ખુરશીઓને ગાભા મારવાની પરિસ્થિતિ પેદા થઇ છે. આ પત્ર ગાભામારૂ કાર્યકરના નામે વાયરલ થયો છે. આ પત્રમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓની સારા પદ પર નિમણૂંક થતાં ભાજપના કાર્યકરો ચૂંટણી ટાણે જ નારાજ હોય તેવું લાગી રહ્યું છે. લગભગ 20% કોંગ્રેસીઓ ભાજપમાં ભળી જતાં કોઇ દુભાયેલા મૂળ ભાજપીએ પાટીલને સંબોધીને લખેલો પત્ર દરેક મોબાઇલની સ્ક્રીન પર ધૂમ મચાવી રહ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને સંબોધીને લખાયેલો એક પત્ર દરેક મોબાઇલ સુધી પહોંચી ગયો છે. કોઇ ભાજપના જ દુભાયેલા કાર્યકર અથવા આગેવાને પોતાની વ્યથા આ પત્રમાં ઠાલવી હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. આ પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે, મૂળ ભાજપના સંનિષ્ઠ કાર્યકરો માટે ભાજપ પક્ષમાં હોદ્દો કે કોઇપણ ચૂંટણીની ટિકિટ માટે 14 ટકા અનામત રાખવી જોઇએ. હાલ ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે ત્યારે આ પત્ર ભારે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી એક પત્ર ફરતો થયો છે.

પક્ષપલટુઓને કોણ આપવા માંગે છે મેસેજ?
ભાજપમાં હાલમાં માહોલ એવો છે કે મૂળ ભાજપી વર્ષોથી પાર્ટી માટે કામગીરી કરી રહ્યાં છે પણ કોંગ્રેસી નેતાઓ પક્ષપલટો કરીને નેતાજી બની રહ્યાં છે. આ પહેલાં પણ સોશિયલ મીડિયામાં કોમેન્ટોનો મારો થયો છે. ગુજરાતમાં મંત્રી બનવું હોય તો ભાજપ નહીં કોંગ્રેસમાં જોડાઓ , ભાજપમાં જોડાયા તો તમારું વર્ચસ્વ નહી રહે પણ કોંગ્રેસમાં કામ કરશે તો ભાજપ તમને લીલાતોરણે વધાવી લેશે. ગુજરાતને કોંગ્રેસમુક્ત કરવાના સપનાંમાં ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહ્યું છે. અત્યારસુધી 100થી વધારે નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. સૌથી મોટી સમસ્યા એ છે કે ભાજપમાં રહીને મહેનત કરતા કાર્યકરો કોરાણે જતા જાય છે અને પક્ષપલટુઓ પદ ભોગવી રહ્યાં છે.

ભાજપના ઓપરેશન લોટસનું પરિણામ!
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ઓપરેશન લોટસ ફરી શરૂ થઈ ગયું છે. રાજ્યસભાની હોય કે લોકસભાની ચૂંટણી ભાજપને પોતાના નેતાઓ પર ભરોસો ના હોય તેમ વિરોધપક્ષમાંથી નેતાઓને તોડીને ભાજપમાં સામેલ કરવાની પરંપરા 2002થી ચાલુ થઈ છે અને અત્યારથી આ નેતાઓ સદી ફટકારવાની નજીકમાં છે. હવે ગુજરાત ભાજપમાં એ સ્થિતિ છે કે મૂળ ભાજપી કે જનસંધી છે કે કોંગ્રેસી કૂળના એ ભેદભાવ હવે નજીવો રહ્યો છે કારણ કે ભાજપ 2 દાયકાથી ઓપરેશન લોટસના નામે કોંગ્રેસના કદાવર નેતાઓને ખેંચી લાવે છે. ગુજરાત ભાજપે ક્યારેય કોંગ્રેસને મજબૂત થવા જ દીધી નથી. ભાજપે શામ દામ દંડ અને ભેદ અપનાવીને કોંગ્રેસના મૂળિયા કાપ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત ભાજપ કોંગ્રેસ યુક્ત બની ગઈ છે. રાજયની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ 9 કેબિનેટ મંત્રીઓમાં 3 કેબિનેટ મંત્રીઓના કૂળ કોંગ્રેસ છે.

કોંગ્રેસમાંથી કોણે-કોણે કર્યા કેસરિયા?
રાજ્યમાં 2002થી અત્યાર સુધીમાં 80 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓએ ભાજપમાં કેસરિયા ધારણ કર્યા છે. ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં (Gujarat BJP) હોદ્દેદારો પણ ભાજપમાં (Gujarat Congress) સામેલ થયા છે. વર્ષ 2017 થી 2022 આવતા આવતા કોંગ્રેસે 20 ધારાસભ્ય ગુમાવ્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચુંટણીમાં (Gujarat Assembly Elections 2022)ભારતીય જનતા પાર્ટીએ 2017 પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા 20 માંથી 12 ધારાસભ્યોને ટિકિટ આપી છે. જેમાંથી 9નો વિજય અને 3ની કારમી હાર થઇ છે. ભાજપે લોકસભા પહેલાં શરૂ કરેલા ઓપરેશન લોટસને પગલે કોંગ્રેસી નેતાઓ સતત જોડાઈ રહ્યાં છે પણ મૂળ ભાજપી કાર્યકરોમાં નારાજગી વધી રહી છે. સોશિયલ મીડિયામાં એમની ગાભામારુંના નામે મજાક ઉડી રહી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com