યાત્રાધામ શામળાજી ખાતે પ્રથમ વખતે તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે

તાહીર ધનસુરીયા (અરવલ્લી સમાચાર)

  • યાત્રાધામ શામળાજી ખાતે પ્રથમ વખતે તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે.
  • આગામી કારતક સુદ અગિયારસના રોજ તુલસી વિવાહનો મનોરથ ભાવ અને ઉત્સાહભેર ઉજવવામાં આવશે
  • વખતે દર વર્ષ ની સરખામણી કરતા કંઈક અલગ 
  • શામળાજી મંદિર ટ્રસ્ટ અને યજમાન દાતા દ્વારા સુંદર આયોજન

અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પ્રથમ વખતે તુલસી વિવાહનો કાર્યક્રમ બે દિવસ યોજાશે..આગામી કારતક સુદ અગિયારસના રોજ તુલસી વિવાહનો મનોરથ ભાવ અને ઉત્સાહભેર ઉજવવામાં આવશે.આ મનોરથ આ વખતે દર વર્ષ ની સરખામણી કરતા કંઈક અલગ અને વધુ સારી રીતે ઉજવાય તે માટે શામળાજી મંદિર ટ્રસ્ટ અને યજમાન દાતા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે બુધવારે ભગવાન શામળિયા નું  મામેરું ભરાશે જ્યારે ગુરુવારના રોજ ભગવાન કૃષ્ણ અને તુલસી માં નો તુલસી વિવાહ યોજવામાં આવશે .

શામળાજી મંદિર ટ્રસ્ટના જાણાવ્યા અનુસાર તા ૨૨-૧૧ -૨૦૨૩ના રોજ સવારે ૧૧ કલાકે ધ્વજા આરોહણ કરવામાં આવશે બપોરે ૧૨:૩૯ કલાકે લગ્ન પડીકું વાંચન થશે સાંજે ૪ વાગે મામેરું યોજાશે તેમજ સાંજે ૮ વાગે રાસ ગરબા યોજાશે તા ૨૩ -૧૧ -૨૦૨૩ના સવારે ૯:૦૦ વાગે મહાપૂજા થશે બપોરે એક કલાકે ગ્રહશાંતિ થશે ત્યારબાદ સાંજે ૫:૦૦ વાગે વરઘોડો નીકળશે સાંજે ૬:૩૦ કલાકે તુલસી વિવાહ યોજાશે

  • અનિલ ભાઈ પટેલ – ટ્રસ્ટી શામળાજી મંદિર

તુલસી માતા સાથેના વિવાહનો ધર્મ પ્રસંગ શ્રધ્ધા- ઉમંગેભર ઉજવાશે.આ ઉજવણી પ્રસંગે ગૃહશાંતિ,શ્રીજી ભગવાનનો વરઘોડો અને લગ્ન વિધીમાં મોટીસંખ્યામાં ભક્તજનો દૂર દૂરથી ઉમટી પડશે.

 

              કનુભાઈ સોની – આયોજક

ત્યારે આ ઉજવણીને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા જરૃરી તૈયારીઓ હાથ ધરાઈ છે.અષાઢ સુદ-૧૧ ની  પોઢી ગયેલા ભગવાન શ્રી વિષ્ણુજી કારતક સુદ-૧૧ ને પ્રબોધીની એકાદશી દિને ઉઠશે.આ દિવસને દેવઉઠી એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. પરંપરાગત રીતે આ પવિત્ર પર્વથી ધર્મ સ્થળોએ તુલસી વિવાહનો આરંભ થતો હોય છે.

 

  • દીપલભાઈ ઝરીવાલા
Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com