શામળીયાને પ્રથમવાર પ્રભુ શ્રી રામના વસ્ત્રો-અલંકારો પહેરાવાશે

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

અયોધ્યામાં તા.22 જાન્યુઆરીને સોમવારે પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા જુદા જુદા આયોજન કરાયા છે.મહોત્સવ દરમિયાન શામળાજી મંદિરમાં નવ ભૂદેવો દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન વિધિનું આયોજન કરાયું છે. સાથે સાથે શામળાજી મંદિરને દિવાળીની જેમ રોશનીથી શણગારાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરીને તા.24 જાન્યુઆરી સુધી શામળાજી વિષ્ણુ મંદિરને દિવાળીની જેમ રોશનીથી શણગારાયું છે અને મંદિરની ફરતે ભગવાન શ્રીરામ ધ્વજ લગાવાશે.

તા. 22મી એ શામળાજીમાં થનાર કાર્યક્રમો

{મંદિરમાં આવનાર સંતો મહંતોનું સન્માન અને તેમને ભેટ સોગાદો અપાશે

{મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અનિલભાઈ પટેલ અને ટ્રસ્ટી રણવીરસિંહ ડાભીએ જણાવ્યું કે મંદિરમાં વિધિ વિધાન પૂજા અર્જન બાદ ભગવાન શામળિયાને ભવ્ય રાજભોગનું અને મહા આરતી તેમજ શયન આરતીનું આયોજન કરાયું હોવાનું વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઈ ગાંધી અને વાઇસ ચેરમેન હર્ષદભાઈ દોશીએ જણાવ્યું હતું

{મંદિર ટ્રસ્ટ દ્વારા મહોત્સવને લઈને અયોધ્યામાં 5.51 લાખનું દાન પણ મોકલાયું

{રાત્રે શામળાજી મંદિર પરિસરમાં લાલજી મહારાજના અધ્યક્ષ સ્થાને ભજન સત્સંગનું પણ આયોજન

{શામળાજી આર્ટ્સ અને કોમર્સ કોલેજ તેમજ બી.એડ કોલેજ અને નર્સિંગ કોલેજના છાત્રો દ્વારા જુદી જુદી થીમ પર રંગોળી સ્પર્ધા

{સંસ્કાર ભારતી ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા રામ મંદિરની પ્રતિકૃતિની થીમ પર રંગોળી કરાશે

{સવારે 10:00 કલાકે થી 50 થી 60 વજન સત્સંગ મંડળીઓ ભજનની રમઝટ બોલાવશે

{12:30 કલાકે આતશબાજી અને મહાઆરતી થશે સાંજે 6:00 કલાકે 1500 દિવડા પ્રગટાવાશે અને મહાઆરતી થશે

{શામળાજી સિવિલ દ્વારા શામળાજી મંદિર પરિસરમાં નિશુલ્ક આરોગ્ય કેમ્પ

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com