બાયડ તાલુકા ખાતે ધોરણ 12 સાયન્સની બોર્ડની માર્ચ 2024ની પરીક્ષા માટે પહેલી વાર કેન્દ્ર ફાળવવામાં આવ્યું

અરવલ્લી સમાચાર બ્યુરો

બાયડ હાઇસ્કૂલમાં ઘણા વર્ષોથી વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર ન ફાળવતાં વર્ષોથી અનેક વિદ્યાર્થીઓને રિતસર અન્યાય થતો હતો ત્યારે બાયડના ધારાસભ્ય તથા બાયડ કેળવણી મંડળ ની લાંબી લડતના ભાગ રૂપે 6 વર્ષ બાદ બાયડમાં કેન્દ્ર ફાળવતાં તાલુકાના વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.બાયડની એન.એચ. શાહ હાઇસ્કૂલમાં વર્ષ 2018 માં વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર બંધ કરી દેવાયું હતું. સતત છ વર્ષ સુધી બાયડ હાઇસ્કૂલ, બાયડ તક્ષશિલા સ્કૂલ, સાઠંબા હાઇસ્કૂલ ગાબટ હાઇસ્કૂલ તથા તેનપુર હાઇસ્કૂલના વિજ્ઞાન પ્રવાહના 300 ઉપરાંત વિદ્યાર્થીઓને મોડાસા પરીક્ષા આપવા જવું પડતું હતું.

છેલ્લા ઘણા સમયથી બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા કેળવણી મંડળના ચેરમેન મોતીભાઈ પટેલ તથા સેક્રેટરી વિનુભાઈ પટેલ દ્વારા સરકારમાં વિજ્ઞાન પ્રવાહના કેન્દ્ર માટે અનેક રજૂઆતો કરાઇ હતી. ત્યારે આ રજૂઆતો ને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024 માં બાયડ હાઇસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર ફાળવતાં બાયડ તાલુકામાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું. બાયડ હાઈસ્કૂલના ચેરમેન મોતીભાઈ પટેલ સેક્રેટરી વિનુભાઈ પટેલ દ્વારા બાયડ હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહના કેન્દ્ર માટે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને રજૂઆત કરી હતી.

પંથકના 350 ઉપરાંત વિદ્યાર્થીઓને લાભ થશે
બાયડ હાઇસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહનું વર્ષ 2024 માટે કેન્દ્ર ફાળવતાં બાયડ ગાબટ તેનપુર સાઠંબા વગેરે સ્કૂલોના વિજ્ઞાન પ્રવાહના 350 થી ઉપરાંત વિદ્યાર્થીઓને મોડાસા ધક્કો ખાવો નહીં પડે તેને લઈ સીધો લાભ વિદ્યાર્થીઓ ને થતાં વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.

સરકારનો આભાર:ધારાસભ્ય ધવલસિંહ ઝાલા
MLA ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે વિજ્ઞાન પ્રવાહના કેન્દ્ર માટે શિક્ષણ મંત્રી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતાં જ હકારાત્મક અભિગમ અપનાવી કેન્દ્ર ફાળવતાં સરકારનો આભાર માન્યો હતો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com