આજથી ખેત પેદાશની ખરીદી શરૂ:હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે હરાજીમાં તમાકુનો ભાવ રૂ 2425 બોલાયો

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટમાં માર્ચ એન્ડીંગને લઈને આજે ચાર દિવસ બાદ ખેત પેદાશની ખરીદી શરૂ થઈ છે. તો હરાજીમાં કોટન માર્કેટમાં તમાકુના ભાવ પ્રતિ મણ રૂ 2425 બોલાયો છે.

આ અંગેની વિગત એવી છે કે, માર્ચ એન્ડીંગને લઈને 29 માર્ચથી 1 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ અને કોટન માર્કેટમાં ખેત પેદાશની ખરીદી અને વેચાણ બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે 2 એપ્રિલને મંગળવારથી રાબેતા મુજબ હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટનમાર્કેટમાં ખેત પેદાશની ખરીદી અને વેચાણ શરૂ થયું છે. હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાની ખેત પેદાશ જેવી કે મકાઈ, દેશી ચણા, કાબુલી ચણા, તેલીબિયાં અને ઘઉં સહિતની ખેત પેદાશ વેચાણ કરવા મંગળવાર સવારથી આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ વેપારીઓએ ખેત પેદાશની હરાજી શરૂ કરી હતી.

બીજી તરફ કોટન માર્કેટમાં તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી. આ અંગે કોટન માર્કેટના ઇન્સ્પેક્ટર ઈરફાનભાઈ ઢાપાએ જણાવ્યું હતું કે, સવારથી ખેડૂતો વધુ ભાવ મળતો હોવાને લઈને તમાકુ વેચાણ માટે આવી પહોંચ્યા છે. આજે અંદાજે 3થી 4 હજાર બોરીની આવક થઈ છે. જેમાં રૂ 1500થી રૂ 2425 સુધીનો હરાજીમાં ભાવ બોલાયો છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com