અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મોટા ભાઈએ બંદૂકથી ખુદને ગોળી મારી જીવન ટુંકાવ્યું

રાકેશ ઓળ  (અરવલ્લી સમાચાર )

  • અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મોટા ભાઈનો આપઘાત
  • ભિલોડાના મલાસા ગામના છે પૂર્વ પ્રમુખ
  • માર્કેટયાર્ડમાં આવેલી દુકાનમાં કર્યો આપઘાત
  • પોતાની જ લાયસન્સ ધરાવતી બંદૂકથી ખુદને ગોળી મારી
  • આર્થિક સંકડામણમાં આપઘાત કર્યાની પ્રાથમિક વિગત9
  • ૬૫ વર્ષીય વિજયસિંહ ચૌહાણના મૃતદેહને કોટેજ ખાતે લવાયો
  • ભિલોડા પોલીસે ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી

આપઘાત કોઇ સમસ્યાનો ઉકેલ નથી પરંતુ કેટલાક લોકો આ રસ્તો અપનાવે છે અને મોતને વહાલું કરે છે. ત્યારે આવો હડકંપ મચાવતો કિસ્સો અરવલ્લીના ભિલોડામાં સામે આવ્યો છે  મળતી માહિતી અનુસાર અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામે રહેતા અને અરવલ્લી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મોટા  ભાઈએ પોતાની જ લાઇસન્સ ધરાવતી બંદૂકથી ખુદને ગોળી મારી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે ૬૫ વર્ષીય વિજયસિંહ ચૌહાણે પોતાની માર્કેટયાર્ડમાં આવેલી દુકાને જ આપઘાત કરી લેતાં ચકચાર પછી જવા પામી છે હાલ આર્થિક સંકડામણમાં આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.હાલ મૃતકના મૃતદેહને ભિલોડા કોટેજ હોસ્પિટલ લવાયો છે ભિલોડા પોલીસે ઘટના સ્થળે પહુચી વધુ તપાસ હાથ ધરી છે

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com