શિક્ષણ આપવું જરૂરી:શિક્ષણ બાળકોના જીવનનો પાયો છે, જેનાથી જીવન ઘડતરના પાઠ શીખવામાં મદદરૂપ બનશે : કલેક્ટર

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

અરવલ્લી કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષતામાં મોડાસા તાલુકાની લીંભોઈથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. કલેક્ટરે કહ્યું, શિક્ષણ બાળકોના જીવનનો પાયો છે, જેનાથી જીવન ઘડતરના પાઠ શીખવામાં મદદરૂપ બનશે.અરવલ્લીમાં ત્રણ દિવસમાં 1197 પ્રાથમિક, 272 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે.

અરવલ્લી જિલ્લામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪નો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે શુભારંભ થયો છે. આ શ્રેણીમાં અરવલ્લી જિલ્લામાં 26થી 28 જૂન દરમિયાન વિવિધ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં પંચાયતના પ્રમુખ, 3 ધારાસભ્ય રાજ્ય સરકારના અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે.લીંભોઈ પ્રાથમિક શાળા ખાતેથી અરવલ્લી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બાલવાટિકામાં અને ધોરણ ૧માં ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ના પ્રસંગે કલેકટરએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે,નાના ભૂલાકાઓને પાયાનું શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બને છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com