મોડાસા પાલિકાનો પાણી સહિતના વેરામાં બમણો વધારો; વધતા જતા સેવાકીય ખર્ચાઓને પહોંચી વળવા પાલિકાનો વેરો વધારો જાહેર

માઈઝ ચૌહાણ (અરવલ્લી સમાચાર)

  • અરવલ્લીના વડામથક મોડાસા નગરનો વિસ્તાર દિન-પ્રતિદિન વસ્તી અને ક્ષેત્રફળની દૃષ્ટિએ વધતો જાય છે.
  • વર્ષ ૨૦૧૧ માં અંદાજે ૫૭ હજારની વસ્તી હવે ૧ લાખનો આંકડો પાર કરી ગઈ છે
  • નગરનો વિસ્તાર આશરે ૧૫ ચોરસ કીમી ક્ષેત્રફળથી વધુમાં વિસ્તરો છે.

મોડાસા પાલિકા હદ વિસ્તારમાં આવેલા રહેણાંક,વાણિજય મિલક્તો,બાંધકામ કરવા માટેના પ્લોટ અને હોસ્પિટલ સહિત હોટલોમાં દર વર્ષે વસૂલાતા ખાસ પાણી વેરામાં દોઢાથી બમણો વધારો કરવામાં આવનાર છે,તેમજ પાલિકા દ્વારા વસૂલાતા સામાન્ય સફાઈ વેરામાં પણ બાંધકામ વિસ્તાર વાઈઝ વધારો કરવામાં આવનાર છે.પાલિકા દ્વારા કરાયેલા આ ઠરાવની અમલવારી આગામી નાણાંકીય વર્ષથી કરવામાં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું.

રહેણાંક,વાણિજય અને બાંધકામ કક્ષાએ આવેલી મિલક્તો સહિત હોસ્પિટલ અને હોટલના ખાસ પાણી વેરામાં દોઢાથી બમણા વધારાની દરખાસ્ત કરાઈ

અરવલ્લીના વડામથક મોડાસા નગરનો વિસ્તાર દિન-પ્રતિદિન વસ્તી અને ક્ષેત્રફળની દૃષ્ટિએ વધતો જાય છે.વર્ષ ૨૦૧૧ માં અંદાજે ૫૭ હજારની વસ્તી હવે ૧ લાખનો આંકડો પાર કરી ગઈ છે,જયારે નગરનો વિસ્તાર આશરે ૧૫ ચોરસ કીમી ક્ષેત્રફળથી વધુમાં વિસ્તરો છે. પાલિકા દ્વારા નગરમાં પૂરી પડાતી રોડ,રસ્તા,પાણી,સફાઈ,વીજળી સહિતની અન્ય માળખાકીય સેવા સુવિધા માટે ગુજરાત નગર પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૭૧(ક)(ખ) તેમજ પ્રોવિઝન(એ)હેઠળ નગરજનો પાસેથી દર વર્ષે મિલક્ત સહિત ખાસ પાણીવેરો, સામાન્ય પાણીવેરો, દિવાબત્તી વેરો સહિત ઉપકર જેવા વેરા શિક્ષણ વસૂલવામાં આવે છે અને નગર પાલિકાના ટેક્ષ વિભાગ દ્વારા આ મિલક્ત ધારકોને માંગણા બીલ પણ પાઠવવામાં આવતો હોવાનું નગરપાલિકાના નવ નિયુક્ત ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે જણાવ્યું હતું.

કોમર્શિયલ,ઈન્ડસ્ટ્રીયલ ઈમારતો સહિતની ઈમારતો માટે

૧ થી ૨૫ ચો.મી. સુધી      ૨૦૦ રૂ.       ૩૦૦ રૂ.

૨૬ થી ૫૦ ચો.મી.સુધી     ૩૦૦ રૂ.      ૪૦૦ રૂ.

૫૧ થી ૭૫ ચો.મી.સુધી     ૫૦૦ રૂ.      ૬૦૦ રૂ.

૭૬ થી ૧૦૦ ચો.મી.સુધી    ૧૦૦૦ રૂ.     ૧૫૦૦ રૂ.

૧૦૧ થી ઉપર ચો.મી.માટે  ૨૦૦૦ રૂ.     ૨૫૦૦ રૂ.

નગરના વધતા જતા વિસ્તારને લઈ પાલિકા દ્વારા પૂરી પડાતી પાણી,સફાઈ,વીજળી અને રોડ રસ્તાની સેવાનો ખર્ચ પણ વર્તમન સમયમાં વધતો જાય છે. ત્યારે આ ખર્ચાઓને પહોંચી વળવા તેમજ નગરજનોને વધુમાં વધુ વિકાસ કામોનો લાભ મળી રહે તેવા હેતુસર પાલિકાની તા.૩૦/૧૦/૨૦૨૩ ની સામાન્ય સભામાં ઠરાવ નં.૩૮ હેઠળ નગરમાં ખાસ પાણીવેરા અને સફાઈ વેરામાં વધારો સુચવવામાં આવ્યો હતો.આમંજૂર ઠરાવના અમલીકરણ પૂર્વે પાલિકા દ્વારા કરાયેલ વૈરા વધારાને લઈ નગરજનોના યોગ્ય વાંધા-સૂચનો મંગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું નગર પાલિકા પ્રમુખ નિરજ શેઠે જણાવ્યું હતું.

મોડાસાપાલિકા દ્વારા ખાસ પાણીવેરા અને સામાન્ય સફાઈ વેરામાં સુચવેલા દરો

વેરાની વિગત                        જૂનો દર        નવો દર

ખાસ પાણી વેરો-રહેણાંક          ૬૦૦ ૨.        ૯૦૦ ૨.

ખાસ વાણીજય હેતુ માટે           ૯૦૦ રૂ.      ૧૫૦૦ રૂ.

બાંધકામ હેતુ માટે                   ૧૫૦૦ રૂ.     ૩૦૦૦ રૂ.

હોસ્પિટલ અને હોટલ              ૨૦૦૦ રૂ.      ૫૦૦૦ રૂ.

સામાન્ય સયાઈ વેરો- રહેણાંક       ૬૦૩.          ૧૦૦ રૂ.

મોડાસા નગર પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ ખાસ પાણીવેરા અને સામાન્ય સફાઈ વેરાના સુચિત દરો સાથે કોઈ નગરજનોને વાંધો હોય તો લેખિતમાં દિન-૩૦ માં પાલિકા કચેરી રજૂ કરી શકે છે.મુદ્દત વિતે આવેલ વાંધા અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી એમ જણાવાયું હતું.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com